Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

મનુષ્યના મસ્તિષ્કની વિસ્મયકારી સ્મૃતિ-શક્તિ

જો કે મસ્તિષ્કવિજ્ઞાાનીઓ કહે છે કે સામાન્ય રીતે મનુષ્ય મસ્તિષ્ક એના પૂરા જીવનકાળમાં પ્રાપ્ત જાણકારીનો સોમો ભાગ જ સ્મરણ શક્તિની 'માઈક્રોફિલ્મ' રૃપે સંગ્રહિત કરી શકે છે

મનુષ્યના મસ્તિષ્ક વિશે થયેલા વૈજ્ઞાાનિક સંશોધનો એ પુરવાર કરે છે એની ક્ષમતાનો પૂરેપૂરો ખ્યાલ કદી કોઇને આવી શકે એમ નથી. માનવીએ બનાવેલા સુપર કૉમ્પ્યુટર પણ ઈશ્વરના બનાવેલા આ મુઠ્ઠી જેટલા કૉમ્પ્યુટર આગળ વામણાં પુરવાર થાય છે. મનુષ્ય મસ્તિષ્ક એક બિલિયન ન્યૂરોન્સ ધરાવે છે. દરેક ન્યૂરોન બીજા ન્યૂરોન્સ સાથે ૧૦૦૦ સહસંબંધો-સાહચાર્ય સંબંધો જોડે છે એટલે એક ટ્રિલિયનથી પણ વધારે જોડાણો થાય છે.

આપણા કૉમ્પ્યુટરોમાં બહુ થોડા ગીગાબાઈટ્સ  (યૈયચમઆીજ) ની સ્ટોરેજ સ્પેસ હોય છે જ્યારે મસ્તિષ્કની તો લગભગ ૨.૫ પેટાબાઈટ્સ (ૅીાચમઆીજ) જેટલી જોવા મળી છે. એક મિલિયન ગીગાબાઈટ્સ બરાબર એ પેટાબાઈટ્સ થાય. બન્ને સરખામણી કરીએ તો એક રીતે એમ કહેવાય કે જો તમારું મગજ ટેલિવિઝનના વિડિયો રેકોર્ડરની જેમ કામ કરે છે, તો ૨.૫ પેટાબાઈટ્સ જેટલી માહિતી ટી.વી. શોના ૩ મિલિયન કલાક જેટલો સમય લે.

એટલા સ્ટોરેજનો ઉપયોગ કરવા તમારે ૩૦૦થી વધારે વર્ષો સુધી ટેલિવિઝનને સતત ચાલુ રાખવું પડે ! મનુષ્ય મગજ કોઇ કામ કરવા જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે એટલી કૉમ્પ્યુટરને કરવી હોય તો એના કરતાં પચાસ મિલિયન ગણી વધારે ઊર્જાની એને જરૃર પડે ! મનુષ્ય મસ્તિષ્કની સ્મૃતિ ક્ષમતા આંકડાઓની વણથંભી વણઝાર જેવી છે. વર્ષો પૂર્વે સાઈબરનેટિક્સ વિધિન અસ (ભઅમીહિચૌબજ ઉૈારૈહ ેંજ)  પુસ્તકમાં દર્શાવાયું હતું કે મનુષ્ય મગજ ૧ સેકન્ડમાં એકસો ચાલીસ અબજ ગુણ્યા પચાસ લાખની જે સંખ્યા આવે એટલા છાપેલા પૃષ્ટ લખાયેલા શબ્દો યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. એકલા શબ્દોની સંખ્યા અત્યંત વધી જાય એટલે અહીં 'છાપેલા પૃષ્ઠ'ની સંખ્યા આપી છે. જો કે એ પણ કેટલી મોટી છે ! શક્ય હોય તો ગણતરી કરી જોજો ! ૧ સેકન્ડમાં આટલા પૃષ્ઠો યાદ રાખી શકે તો મનુષ્ય એના આખા જીવનભરના સમયગાળા દરમિયાન કેટલું યાદ રાખી શકે ?

જો કે મસ્તિષ્કવિજ્ઞાાનીઓ કહે છે કે સામાન્ય રીતે મનુષ્ય મસ્તિષ્ક એના પૂરા જીવનકાળમાં પ્રાપ્ત જાણકારીનો સોમો ભાગ જ સ્મરણ શક્તિની 'માઈક્રોફિલ્મ' રૃપે સંગ્રહિત કરી શકે છે. એટલે કે આપણને પ્રાપ્ત થતી ૧૦૦ જાણકારીઓમાંથી ૯૯ તો આપણે સહજ રીતે ભૂલી જઇએ છીએ. કેટલીક વાર કેટલીક વ્યક્તિઓમાં અસાધારણ સ્મૃતિ કે અન્ય ક્ષમતા જોવા મળે છે.

શરીરવિજ્ઞાાનીઓ એને અપવાદ કહે છે પણ પરામનોવૈજ્ઞાાનીઓ કે અધ્યાત્મવિજ્ઞાાનીઓ એને 'અતીન્દ્રિય શક્તિ''નો ચમત્કાર કહે છે. આદિ શંકરાચાર્યજી, વલ્લભાચાર્ય મહાપ્રભુજી, ચૈતન્ય મહાપ્રભુ અને સ્વામી વિવેકાનંદ જેવા દૈવીપુરુષોમાં આવી અસાધારણ માનસિક ક્ષમતા જોવામાં આવી હતી. આદિ શંકરાચાર્યજીએ અત્યંત નાની વયમાં જ ચારેય વેદો, ઉપનિષદો, પુરાણોનો અભ્યાસ પૂરો કરી લીધો હતો એટલું જ નહીં એમને સ્મૃતિબદ્ધ પણ કરી લીધા હતા.

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પંડિતોની સભામાં વેદોને કંઠસ્થ બોલી બતાવ્યા હતા એટલું જ નહીં એમનો અનુલોમ અને વિલોમ પ્રકારનો પાઠ પણ કરી બતાવ્યો હતો. અનુલોમ એટલે એક શબ્દ બોલવો, બીજો છોડી દેવો, ત્રીજો બોલવો. ચોથો છોડી દેવો... એ રીતે શબ્દો અને શ્લોકોનું કડકડાટ કંઠસ્થ ઉચ્ચારણ કરવું. વિલોમ પ્રકારના પાઠમાં છેલ્લો શબ્દ પહેલા બોલવો, પછી ત્યાંથી શરૃ કરીને પાછળથી, અવળા ક્રમમાં શબ્દો કે શ્લોકોનું કડકડાટ ઉચ્ચારણ કરવું.

ચૈતન્ય મહાપ્રભુ 'એક શ્રુતિધર' હતા. 'એક શ્રુતિધર' એટલે એક જ વખત સાંભળીને એને કાયમ યાદ રાખનારા. એકવાર એક પંડિત સાથે એમનો શાસ્ત્રાર્થ થયો. એ પંડિતે સો પંક્તિઓનું એક અપ્રસિધ્ધ સ્તોત્ર ચૈતન્ય મહાપ્રભુ આગળ ગાયું. ગાઇ લીધા પછી તેણે વચ્ચેની એક પંક્તિનો આરંભનો શબ્દ આપી એ આખી પંક્તિ પૂરી ગાવા ચૈતન્ય મહાપ્રભુને આહ્વાન કર્યું. ચૈતન્ય મહાપ્રભુએ એ પંક્તિ જ નહીં, આખો શ્લોક ગાઇ બતાવ્યો.

એ પછી તો એમણે આખું સ્તોત્ર એ જ ક્રમમાં ગાઇ બતાવ્યું. શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી - ગુસાંઇજીના સેવક અલીખાન પઠાણ પણ એક શ્રુતિધર હતા. ગુસાંઇજીના ભૂતકાળમાં અપાયેલા એમણે સાંભળેલા કોઇપણ વચનામૃત (પ્રવચન)ને તે શબ્દે શબ્દ એ જ ક્રમમાં પૂરેપૂરું બોલી બતાવતા હતા.

સ્વામી વિવેકાનંદ પણ 'ફોટોગ્રાફિક મેમરી' ધરાવતા હતા. કોઇપણ પુસ્તકના પૃષ્ઠ પર કેવળ એક પળવાર નજર કરી એને વાંચી લેતા અને યાદ રાખી લેતા હતા. પછી તરત પૃષ્ઠ પલટાવી દેતા. આ રીતે થોડી મિનિટોમાં તો આખું પુસ્તક વાંચી લેતા અને એનો શબ્દે શબ્દ ક્રમાનુસાર યાદ પણ રાખી લેતા હતા. એકવાર એક બ્રિટિશરે એમની આ ક્ષમતાની કસોટી પણ કરી હતી. એકવાર એવું બન્યું કે સ્વામી વિવેકાનંદને એક વિવાદમાં સાક્ષીની ભૂમિકા ભજવવી પડી.

એમને અપરિચિત એવી દક્ષિણ ભારતની ભાષામાં થયેલા વાર્તાલાપના એ સાક્ષી હતા. એ વિવાદના પ્રતિવાદીએ સ્વામીજીને પોતાના સમર્થન માટે રાખ્યા. વાદી અને પ્રતિવાદી વચ્ચે અડધો કલાક ચાલેલા વાર્તાલાપને સ્વામીજીએ એ ભાષા આવડતી ન હોવા છતાં એ જ ભાષામાં શબ્દશઃ ન્યાયાધીશ આગળ બોલી બતાવ્યો. ત્યારે જજ, વાદી અને અન્ય શ્રોતાઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. આ સાક્ષી થવાને કારણે નિર્દોષ એવા પ્રતિવાદીના પ્રાણ બચી ગયા હતા.

ઈઝરાયેલનો જોન જેકબ નામનો એક વ્યક્તિ પણ અસામાન્ય સ્મૃતિ-ક્ષમતા ધરાવતો હતો. તે યેરુશેલમમાં રહેતો હતો. તેને ૧ લાખ વાર્તાઓ, ૨૦ હજાર કવિતાઓ અને ૧૫ હજાર વ્યક્તિઓના નામ સરનામા સાથે યાદ હતા. જેકબને આપણે હરતુ-ફરતું માનવ કૉમ્પ્યુટર જ કહેવું પડે ! સેંકડો લોકોએ એની આ ક્ષમતાની કસોટી કરી હતી. એકવાર એના એક પડોસીએ એને 'સ' અક્ષરથી શરૃ થતી કેટલીક કવિતાઓ કશામાં જોયા વિના મોઢે સંભળાવા કહ્યું. તેણે કડકડાટ એક પછી એક 'સ' અક્ષરથી શરૃ થતી કવિતાઓ સંભળાવા માંડી.

એક કલાકમાં ૧૫૦ કવિતાઓ તો પૂરી સંભળાવી દીધી અને આગળ બીજી સંભળાવા જતો હતો ત્યાં એના પડોસીએ એને અટકાવી દીધો અને એની ક્ષમતા સ્વીકારી લીધી. ૧૯૦૧થી ૧૯૬૦ સુધી ઈંગ્લેન્ડના ગ્લોસીસ્ટરશાયરમાં રહેતા જોન ફ્રેઝર નામના જન્મથી જ અંધ એવા વ્યક્તિમાં પણ અસાધારણ સ્મરણશક્તિ જોવા મળી હતી. તેને ૧૦,૦૦૦ વ્યક્તિઓના નામ એમના સરનામા સાથે યાદ હતા. સ્મરણશક્તિની વાત આવે એટલે જર્મનીનો નેબૂર નામનો માનવી પણ યાદ આવે. એક ઘટનાએ એને જગતભરમાં ખ્યાતિ આપી.

એ જે સંસ્થામાં ક્લાર્ક તરીકે જોબ કરતો હતો તેની ઑફિસમાં આગ લાગી. એ આગમાં સંસ્થાના બધા રજિસ્ટરો, ફાઇલો અને અગત્યના કાગળો બળીને ભસ્મીભૂત થઇ ગયા. નેબૂરે એની અસાધારણ યાદશક્તિ કામે લગાડી. એણે રજિસ્ટરો ફરી બનાવ્યા. ફાઇલના કાગળોની વિગતો પણ યાદ કરીને ફરી લખી. બધું જ પહેલાની જેમ ફરી તૈયાર થઇ ગયું. પાછળથી સરકારી અને ખાનગી ગ્રાહકોએ એમની વિગતો રજૂ કરી ત્યારે નેબૂર દ્વારા કેવળ યાદશક્તિના સહારે લખાયેલી એ વિગતો બિલકુલ મળતી આવતી હતી.

Post Comments