Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

આ મારી સંવેદના આ તારી સંવેદના

હવે માનવીય પીડા મરી ગઈ છે... જ્ઞાાતિ,જાતિ અને ધર્મ સમુદાયોની પોતપોતાની વેદના

વ્હોટ્સ એપ પર ગુ્રપ્સ... ઓનલાઈન મંડળો અને યુનિયનો

કચ્છ યુનિવર્સિટીમાં કેટલાક અસામાજિક છાત્રો દ્વારા કેમેસ્ટ્રીના ખૂબ જ આદરણીય એવા પ્રો. ડો. ગીરીનભાઈ બક્ષીને અપમાનિત કરી તેમના મોઢા પર કાળા કલરનું કેમીકલ જાણે હોળી રમાડતા હોય તેમ લગાવીને કચ્છ યુનિવર્સિટીના આખા પરિસરમાં તેમને ફેરવવામાં આવ્યા હતા.

કેવો કળિયુગ આવ્યો છે, એક જમાનામાં સારસ્વતો અને સાક્ષરોની બગીમાં બેસાડી પધરામણી થતી હતી અને તેમને માન- સન્માન આપવામાં આવતા હતા. ગામના ઉધાર કે લુખ્ખાને ખાસડાનો હાર પહેરાવી ગધેડે બેસાડીને ફેરવવામાં આવતા. આજે જેમને જૂતા પડવા જોઈએ તેઓના હારતોરા કરવામાં આવે છે અને જેમને ખભે ઉંચકીને ગૌરવ જાહેર કરવાનું હોય તેઓના મોં પર કાળો કુચડો ફેરવાય છે.

આ કલંકિત ઘટના બની પછી સ્વાભાવિકપણે હંમેશા બને છે તેમ તંત્રએ, શિક્ષણ જગતે તાત્કાલીક ધોરણે તો વખોડવાની તો ઠીક આવા તત્ત્વોને કોઈ પણ સંજોગોમાં સાંખી નહી લેવાય તેવી હૈયાધારણ આપવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી. યુનિવર્સિટીમાં તો આવું બધું ચાલ્યા કરે. વિદ્યાર્થી પાંખો કેમિકલ છાંટે કે ખુરશીઓ ઉછાળે તેઓ થોડા પ્રોફેસરને ગુલાબનું ફૂલ ભેટ ધરતા હોય તેમ માનીને તેવા કૃત્યની નોંધ ન લેવાઈ.

ભારે એકતાનું પ્રદર્શન કરાવતા પ્રો. ગીરેનભાઈના જ્ઞાાતિજનોએ ઉદાહરણીય રીતે વ્હોટએપ અને ફેસબુકના મીડિયાથી સંગઠીત થઈને સરકાર પર તેમજ કચ્છ સહિત અન્ય યુનિવર્સિટીઓ પર દબાણ લાવતા જેઓ પણ નિદ્રાસનમાં હતા તેઓને ઢંઢોળીને જગાડયા હોય તેમ થોડા હલાવ્યા, થોડો સમય આંખો ખોલવી પડી.

અત્યાર સુધી એવું જોવા મળતું કે અમદાવાદમાં ઘટના બને તો જ રાજ્યભરમાં તેની નોંધ લેવાય. અન્ય શહેરો કે ગામોની ઘટના રાજ્યએ ચોંકી જવા જેવી હોય તો પણ તે જાણે સ્થાનિક હોય તેવો જ દરજ્જો પામતી. ત્યાંના અખબારો કે આવૃત્તિઓમાં જ ચમકે. અમદાવાદ કે ગાંધીનગરની ઘટના હોય તો જ જાણે આખા રાજ્યને સ્પર્શતી. તેમાં પણ કચ્છની યુનિવર્સિટીની ઘટના સમગ્ર રાજ્યમાં 'ટૉક ઓફ ધ સ્ટેટ' બને તે સોશિયલ મીડિયાનો પ્રતાપ અને પ્રભાવ છે.

સોશિયલ મીડિયાના વાયુવેગે દ્રશ્ય શ્રાવ્ય કવરેજ અને રાજ્યના પ્રતિભાવો પ્લેટફોર્મ પર ધસી આવે એટલે પ્રિન્ટ અને ન્યુઝ ચેનલોને પણ ઓલ એડિશન સ્થાન આપવું જ પડે તે સ્વાભાવિક છે. કોઈ સમાચાર હવે સ્થાનિક કે મર્યાદિત વર્તુળો માટે નહીં બની રહેતા સોશિયલ મીડિયા રાજ્ય કે રાષ્ટ્રભરમાં તેની જાણ અને જાગૃતિનું જનક બને છે. આ જ કારણે સરકાર પર પણ દબાણ સર્જાય જ છે.

કાયદો હાથમાં લઈને કૃત્ય આચરનાર છે તેઓને પણ ખબર છે કે તે હવે ગણતરીની પળોમાં ગામને ખૂણે આચરેલી અધમતા રાજ્યના મીડિયામાં બ્રેકિંગ ન્યુઝ બની જશે. સીસીટીવી કેમેરા પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

કોઈ પણ અસામાજિક અને ગુનાખોરીની ઘટના બને ત્યારે અગાઉ તેને સમ્રગ સમાજ, નાગરિકો, રાજ્યની કે રાષ્ટ્રની માનવામાં આવતી તેને જ્ઞાાતિ, જાતિ કે ધર્મની રીતે નહોતી જોવાતી. આજે એક તરફ આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ પણ આશ્ચર્ય અને આઘાત જનક રીતે આપણું માનસ આપણી જ્ઞાાતિ, જાતિ અને ધર્મના ચોકામાં વહેંચાઈ ગયું છે. માનવીય સંવેદના હવે નથી રહી. જ્ઞાાતિ- જાતિ- ધર્મ- જૂથ માટેના સંવેદનોનો બટવારો થઈ ગયો છે.

જૂનાગઢમાં જેમની ભરબપોરે પતિ થોડા ફૂટના અંતરે જ હતા છતાં જેમની હત્યા થઈ તેવા સ્વ. મનિષાબેન   જૂનાગઢના જ અને તે પણ કોઈ એક ચોક્કસ જ્ઞાાતિના હતા. તેથી તેમને ન્યાય અપાવવાની, તંત્ર સામે રોષ પ્રગટ કરવાની જવાબદારી તેમની જ્ઞાાતિની અને તેમના સમાજની અમારે શું ? અમારી જ્ઞાાતિની વ્યક્તિ જોડે કંઈક બનશે તો અમે અવાજ ઉઠાવીશું. તે ક્યાં આપણી જ્ઞાાતિ- ધર્મ કે સમાજના હતા. આવો એક બેરહમ અને સંવેદનાવિહીન સમાજ આકાર પામી ચૂક્યો છે.

પ્રો. ડો. બક્ષી પર હુમલો થાય તે સમગ્ર શિક્ષણ જગત પરનો હિચકારો હુમલો નહોતો ? કચ્છના નાગરિકો પણ કેમ વિરોધમાં ન જોડાયા? સ્વ. મનિષાબેનની હત્યા થઈ તેમ કાલે કોઈ પણ નાગરિક પર કોઈ જ કારણ વગર નરાધમ ખંજર હુલાવી દઈ ના શકે ? કેમ જુનાગઢના તંત્ર કે નાગરિકોમાં વ્યાપક રોષ ફાટી ના નીકળ્યો? લાગે છે કે, ઘટનાઓ જ્ઞાાતિ આધારિત બની ગઇ છે. આપણી માનવ સંવેદના સુકાઇ ગઇ હોય તેમ લાગે છે.
લાખો ઘેટા- બકરા (કતલ માટે) ભારતથી અખાતી દેશોમાં મોકલવાનો તખ્તો રચાઈ ગયો હતો આવા સમયે જૈન સમાજ અને આચાર્યોએ ભારે પ્રંશંસનીય રજૂઆત, વિરોધ અને દબાણ બનાવતું વાતાવરણ સર્જ્યું પરિણામ સ્વરૃપ આ સમગ્ર પશુ સ્થળાંતર પર રોક લગાવાઈ.

આ બધા જ કિસ્સાઓ સોશિયલ મીડિયાને લીધે જ પ્રસારિત અને પ્રચલિત થયેલા અને જીવદયાની લહેર જોઇ શકાય છે. પણ અહીં આવી જ લાક્ષણિકતા જોવા મળી છે કે જીવદયાની સંવેદના તો જૈન ધર્મીઓની પ્રબળ હોય. તેઓએ અવાજ ઉઠાવાનો, અમારું (હિન્દુ કે અન્ય ધર્મો) આ ફરજક્ષેત્ર જ નથી.

રાજ્યના કે દેશના હિન્દુ સહિતના ધર્મો ઘેટા બકરાની નિકાસ અટકાવતા આંદોલનોમાં એ હદે સૂર નહોતા પુરાવતા. પીડા, હાલાકી, પ્રશ્ન કે સમસ્યા જ્ઞાાતિ કે ધર્મ અને જાતિની નહીં નાગરિક અને માનવ જગતની હોવી જોઈએ.

દલિતોની પીડા અને શોષણ વાજબી હોય તો  દલિત સમુદાયમાંથી જ તેનો વિરોધ કરે કે હક્કની માંગણી કરે ? માનવીય અભિગમ સાથે સમગ્ર માનવ સમાજ તેને ના અનુભવી શકે? તેવી જ રીતે દલિતો અન્ય વર્ગની પીડા કે પ્રશ્નને અછૂત ગણે છે. હિન્દુઓને મુસ્લિમોની અને મુસ્લિમોને હિન્દુઓની સત્ય દુવિધાઓ લાગણી તંત્રની રીતે રજ માત્ર હલાવી નથી શકતી.

જ્ઞાાતિઓના અને ધર્મોના ચોકા પોતાના જન પર વીતે એટલે દેખાવો કરે, આંદોલનો છેડે. પોલીસ તંત્રને રજૂઆતમાં પણ અન્ય નાગરિકો તે જાહેર જીવનને સ્પર્શતી સમસ્યા હોય તો પણ તેમાં જોડાય નહીં.તેમ કહીને કે આ ક્યાં અમારા જ્ઞાાતિજન જોડે બન્યું છે. હકીકતમાં આ જ ઘટના તેની પોતાની જોડે બની શકે તેમ જ હોય છે. પણ અત્યારે તે તેની જોડે નથી બની એટલું જ. હવે જ્યારે જ્યારે તેના પર વીતશે ત્યારે અન્ય જ્ઞાાતિ સમુદાય તેના વિરોધમાં સામેલ નહીં હોય.

સોશ્યિલ મીડિયાએ જબરદસ્ત જાગૃતિ અને ઘટનાને સર્વવ્યાપી બનાવવાનું પ્રદાન આપ્યું છે તો તે સાથે અસંગઠીત સમાજના ચોસલા પાડતા પણ જન્મ આપ્યો છે. જ્ઞાાતિ, જાતિ અને ધર્મોના કાર્ડને આધારે ચૂંટણીની ટિકિટો ફાળવાતી હોઈ જે જ્ઞાાતિ, સમાજ, પેટા જ્ઞાાતિ કે ધર્મના વિધાનસભા કે લોકસભામાં પ્રતિનિધિ ના હોય તેઓનું ખાસ કંઇ ઉપજતું નથી તે પણ કડવી હકીકત છે. વોટબેંક નારાજ થઇ શકે તેવી સંખ્યામાં જ્ઞાાતિ-જાતિ હોવી જોઇએ તે સાનુકુળતા મેળવતાની પ્રથમ શરત છે.  તો બીજી તરફ જેઓનો વોટબેંક પર પ્રભાવ છે તેઓ સરકારને દોહવાનો, બ્લેકમેઇલ કરવાનો એજન્ડા ધરાવે છે.

જે તે ધારાસભ્યએ કે સાંસદે તેમની જ્ઞાાતિ, જાતિ માટે ફંડનો ઉપયોગ કઇ રીતે કર્યો તે જ તેની ફરી ચૂંટાવવાની તેમના સમાજ દ્વારા મુકાતી શરત હોય છે. નેતાઓ અને પોલીસ વ્યક્તિ સમૂહની મત પેટીની રીતે પહોંચ છે કે વગ કેવી છે તેનો ક્યાસ કાઢી લેતી હોય છે.  ખેડૂતોની વાજબી પીડા આપણને સ્પર્શે અને આપણે મત કોને આપવો તેના નિર્ણયમાં તે પાસુ પણ એક હિસ્સો હોય તેવી સમતોલ માનસિકતાની અપેક્ષા રાખવી રહી. એકની પર જે વીત્યુ હોય તેમાં સૌએ જોડાવું પડશે.

નાગરિકોમાં એવો છૂપો બંડ જોઈ શકાય છે કે એક જ ગુનામાં કાર્યવાહી અને પગલાની રીતે જ્ઞાાતિ, જાતિ, ધર્મ અને વગની રીતે ભેદ રાખવામાં આવે છે. આવી અસલામતિએ વ્હોટ્સ એપમાં જ્ઞાાતિઓના, જાતિઓના અલાયદા ગુ્રપ અને સંગઠનોને જન્મ આપ્યો છે. 'આપણે જ્ઞાાતિજન તરીકે એકજૂટ નહીં થઇએ તો આપણું કોઈ સાંભળશે નહીં' તેવી મનોભૂમિ આકાર પામી છે.

એ પણ ઉલ્લેખ કરવો જ રહ્યો કે અસામાજિક તત્ત્વો સામે તેમના સ્તરે લડી લેવાય તેવા કુસંસ્કાર કે તેવી નકારાત્મક હામ ઘણા નાગરિકોમાં નથી હોતી. તેઓને એવો ભય પેસી ગયો છે કે 'આમાં આગળ જતા આપણું કાંઈ નહીં ઉપજે. નાહકનો હૃદયરોગનો હુમલો શું કામ નોતરવો.'

૮૦ ટકા નાગરિકોને તો ઘરમાંથી વડીલો એવી જ સલાહ આપતા હોય છે કે 'જે થયું તેને ભૂલી જાવ. નાહકની કોઈની દુશ્મની ના વહોરશો. કેસ પાછો ખેંચો. ભલે આપણો વાંક ના હોય માફી માંગી લેવી સારી.'
અને હા... મોટાભાગના સંગઠનો, ગુ્રપની શૂરવીરતા ઝડપથી ઓસરી જતી હોય છે. બધાને પોતપોતાની વ્યસ્તતા પણ હોવાની જ. સોશ્યિલ મીડિયા પર જ્ઞાાતિવાદ પણ ઝનૂની પણ બનતો જાય છે.

પ્રત્યેક જ્ઞાાતિ, ધર્મ, જાતિ પોતપોતાનું ખમીર, ગૌરવ અને અને અમે બીજા કરતા ચઢિયાતા તેની પ્રતિતી કરાવતી પોસ્ટ મુકતા થયા છે. જુદા જુદા ધર્મી  ધિક્કાર પેદા કરતી પોસ્ટ પણ કરે જ છે. સોશ્યિલ મીડિયા અને રાજનીતિ વિવિધતામાં એકતાની આપણા દેશની લાક્ષાણિકતા પર લૂણો લગાડવાનું કામ કરી રહ્યા છે.

અત્યારે આપણે આપણી શાંતિ જાળવીને રહેવાનો સમય છે. આ કોઈ સરકાર સામેની વાત નથી પણ સમય ચક્રએ જ હવે એ મુકામ પર આપણને લાવી દીધા છે. દાદા ભગવાને એક ચોટદાર અને વિચારપ્રેરક વાક્ય આપણને આપ્યું છે. 'ભોગવે તેની ભૂલ'

Post Comments