Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છના જખૌના દરિયામાં માંગરોળની બોટમાં બ્લાસ્ટઃ ત્રણ માછીમારના મોત

- ઓખાથી ફીશીંગ માટે નીકળેલી બાહુબલી બોટમાં સર્જાઈ દુર્ઘટના

- મૃતકો જુનાગઢના વતની, લાપતા અન્ય ત્રણ માછીમારોને શોધવા કોસ્ટગાર્ડની શોધખોળઃ પાક. દ્વારા ફાયરીંગ બાદ

ભુજ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

કચ્છના અબડાસા તાલુકાના જખૌના દરિયામાં માંગરોળની બોટમાં બ્લાસ્ટ થતા ત્રણ વ્યકિતના મોત નિપજતા અરેરાટી ફરી વળી છે. જયારે અન્ય ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચી હોવાનું અને લાપતા બન્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ ઘટના કઈ રીતે ઘટી તે સતાવાર બહાર આવ્યુ નથી પણ ચર્ચાતી વાતો મુજબ પાકિસ્તાનની બોટ દ્વારા ભારતીય બોટ ઉપર ફાયરીંગ પછી આગ ફાટી નીકળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રના માંગરોળના બાબુભાઈ વેલજીભાઈ ગોસીયાની જી.જે.૧૧ એમ ૧૩૦૪૦ નંબરની બાહુબલી નામની બોટ ગત તા.૫ના ઓખાથી જખૌના દરિયામાં ૭ લોકો સાથે ફીશીંગ માટે નીકળી હતી. દરમિયાન આજે આ બોટમાં દરિયામાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૩ વ્યકિતના મોત નીપજયા હતા.

જેમાં જુનાગઢના સંજય બાંભણીયા (ઉ.વ.૧૮), પરબતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૧) તેમજ વિજય વાઘેલા  (ઉ.વ.૨૦)નો સમાવેશ થાય છે. તેમજ કાનજીભાઈ વંશ, ભાણાભાઈ બાંભણીયા અને સંજય પાટક લાપતા બનતા કોસ્ટગાર્ડ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવના પગલે કચ્છ-સૌરાષ્ટના માછીમારોમાં ચિંતા પ્રસરી છે. આ બનાવની જાણ થતા જ ઓખાના દરિયાકિનારે માછીમાર સમાજના આગેવાનો અને માછીમારો દોડી ગયા હતા.

આ ઘટના કેવી રીતે ઘટી તેની કોસ્ટગાર્ડ દ્વારા તપાસ ચાલી રહી છે પણ પ્રાથમિક માહિતી અનુસાર માંગરોળની બાહુબલી નામની બોટ ઉપર ખુલ્લુ ફાયરીંગ કરવામાં આવ્યુ હોવાથી બોટમાં આગ લાગી હતી પરિણામે બ્લાસ્ટ થતા ત્રણ વ્યકિતના મોત થયા હતા. આ ફાયરીંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યુ છે કે કેમ તેવી પણ ચર્ચા જાગી છે. ઉલ્લેખનિય છે કે કચ્છના જખૌ દરિયામાં સમયાંતરે પાકિસ્તાનની એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરી જવુ, જખૌના દરિયામાં પાકની ચાંચિયાગીરી કરવાના ઘટનાક્રમો પણ ભુતકાળમાં બની ચુકયા છે.

Post Comments