Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં સફેદ ઈયળ

-છોડને જડમૂળથી ખાઈ જતા ઉભો પાક બળી જતા ખેડૂતોને પાક જમીનમાંથી કાઢી નાખવાનો આવેલો વારો

અમરેલી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

અમરેલી જિલ્લામાં ખેડૂતોએ હરખભેર બે લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરેલ છે ત્યારે લીલીછમ મગફળીથી લહેરાતા ખેતરોમાં સફેદ ઈયળ (મુંડા)નો પગપેસારો થતાં ખેડૂતોને કાળજી કઠણ કરી  ઉભો બળી રહેલ મગફળીનો પાક કાઢી નાખવાનો વખત આવેલ છે.

અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં મગફળીનું વાવેતર સૌથી વધારે થયેલ છે. બાકીના તાલુકામાં કપાસનું વધુ વાવેતર થયેલ છે ત્યારે ધારી પંથકમાં હાલ સારા વરસાદના આગમનથી મગફળીના પાસેથી ખેતરોમાં લીલી ચાદર છવાઈ ગયેલ છે. મગફળીના સારા પાકની આશા સાથે ખેડૂતોમાં હરખની હેલી ચડી હતી. પરંતુ હાલ મગફળીમાં મુંડા (ઈયળ)નો મહામારીનાં રોગ છવાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં સપડાયેલા છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ આ સફેદ મુંડા એક ચેપી રોગ જેવો  છે જે એક ખેતરમાં છવાયા બાદ ખેતરમાં ઉગેલ મગફળીના છોડના મૂળને જમીનમાંથી જ ખાય જાય છે. એટલે છોડ ઉભા-ઉભા જ બળી જાય છે. આ મુંડા જમીનમાં પાંચથી છ ઈંચ જેટલા ઉંડા હોવાથી કોઈ જંતુનાશક દવાની પણ અસર થતી નથી. ખેડૂતો દ્વારા દવા વાપરવા છતાં પણ આ સફેદ ઈયળો મરતી નથી. જેના કારણે ખેડૂતો પાયમાલ થવા લાગ્યા છે.

Post Comments