Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલાવાડ રોડ ફ્લાય ઓવરની નીચે અન્ડરબ્રીજ! કન્સલટન્ટને ખટાવાશે

-જામનગર સાંઢિયા પૂલ, લક્ષ્મીનગર નાલુ અને ૩ વર્ષથી મંજુર આમ્રપાલી ફાટકે બ્રીજ તો બનતા નથી

રાજકોટ,તા.12 ઓકટોબર 2017,ગુરુવાર

રાજકોટમાં મહાપાલિકા દ્વારા લોકોને રોજેરોજ સ્પર્શે અને રાહત આપે તેવા વિકાસને બદલે એક તરફ કાર્યક્રમોમાં અને મોટા પ્રોજેક્ટોના આયોજનમાં જ રસ લેવાઈ રહ્યો છે. વિકાસ તો દૂર, વિકાસનો વિચાર પણ ગોટે ચડયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે જે સિલસિલામાં હવે કાલાવાડ રોડ પર જ્યાં ફ્લાયઓવર પૂર્વ સિટી ઈજનેર દ્વારા બનાવાયો છે ત્યાં હવે તેની નીચે અન્ડરબ્રીજ બનાવવા કન્સલટન્ટ નિમવા એટલે કે બ્રીજ બને કે નહીં પણ કન્સલટન્ટને લાખો રૃ।.મળી જાય તેવી દરખાસ્ત સિટી ઈજનેર (વેસ્ટઝોન)દ્વારા કરાઈ છે.

વેસ્ટઝોનમાં જ હાલ રૈયા ચોકડી અને મવડી ચોકડીએ એક જ પાર્ટીને અતિ ઉંચા ભાવથી બ્રીજ બનાવવાના અર્ધા અબજના કામો અપાયા છે પણ આ કામમાં ગતિ આવતી નથી. ધીમી ગતિએ રેઢિયાળ રીતે ચાલતા કામના કારણે લોકો રોજબરોજ ત્યાં પરેશાની વેઠી રહ્યા છે. આવા કામને ઝડપથી પૂર્ણ કરવા પર લક્ષ્ય દેવાને બદલે અફ્સરો નવા નવા પ્રોજેક્ટો ઘડયે રાખે છે.

મહાપાલિકાએ આ પહેલા રૃ।.૫૦ લાખનું જંગી ખર્ચ કરીને આમ્રપાલી ફાટક ઉપર ઓવરબ્રીજ બાંધવા કન્સલટન્ટ નિમ્યા હતા, કન્સલટન્ટે એકવાર નહીં બે વાર રિપોર્ટ આપ્યો અને ત્રણ વાર ડિઝાઈન જાહેર પણ થઈ, બે વાર ટ્રાફિક સર્વે કરાવાયો અને એકવાર તો મૅયરે ઓવરબ્રીજ બનશે તેની ડિઝાઈન પણ જાહેરકરી દીધી પણ અંતે આજની સ્થિતિએ ત્યાં બ્રીજ કેવો બનશે તે જ ફાઈનલ થયું નથી અને સરકારે આ માટે કરોડો રૃ।.ફાળવી દીધા છે.

બીજી તરફ ધમધમતા જામનગર રોડ પર સાંઢિયા પૂલને પહોળો કરવાની તાકીદે જરૃરિયાત છે અને આ કામ હાથ પર લેવાને બદલે નવા ગતકડાં ઉભા કરાય છે. તો આ પહેલા ખુદ કમિશનરે જણાવ્યા મૂજબ લક્ષ્મીનગર નાલાના વિસ્તૃતીકરણ કરીને અન્ડરપાસ બનાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે તેમ જણાવ્યું પણ તેમાંય આગળ વધાતું નથી.

તો હોસ્પિટલ ચોક અને કોટેચાચોકમાં ઓવરબ્રીજ બનાવવાનું અગાઉ જાહેર કર્યા પછી તેનું કોઈ ઠેકાણું નથી અને ઉલ્ટુ મીગ-૨૭ જેવું આકર્ષણ કોટેચાચોકમાં મુકવાનો વિચિત્ર વિચાર અમલમાં મુકાઈ રહ્યો છે.ઉપરોક્ત સ્થિતિમાં વિકાસ તો થાય ત્યારે પણ તેના વિચારો નોર્મલ બને તે જરૃરી છે. લોકોને શુ જરૃર છે તેનો એ.સી.ઓફિસમાં બેઠા રહેતા અને એ.સી.કારમાં આવ-જા કરતા ઈજનેરો જમીન પર ઉતરી લોકોને મળીને નક્કી કરે તે જરૃરી છે.

Post Comments