Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવાનની હત્યા કરી લૂંટ ચલાવનાર બે ઝડપાયા, ૨૫ ગુના કબુલ્યા

-સીસી ટીવીના આધારે બંનેનો ફૂટયો ભાંડો

રાજકોટ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

પાંચેક માસ પહેલા આજી જીઆઈડીસીમાં પ્રેમકુમાર ચેતરામ ગૌતમ નામના ૧૯ વર્ષના મૂળ યુપીના પરપ્રાંતીય યુવાનને છરી બતાવી લૂંટવા જતા તેણે ગાળો ભાંડતા તેને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ૩૭૩૦ રૃપિયાની લૂંટ ચલાવી ભાગી ગયેલા મહેશ ઉર્ફે મયલો જીતુભાઈ સોલંકી (ઉ.વ. ૨૪) અને રાકેશ જેરામભાઈ સોલંકી (ઉ.વ. ૨૨, રહે. બંને કોઠારીયા સોલવન્ટ, મચ્છાનગર ઢોરો)ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા આ ઉપરાંત બીજા અનેક ગુનાનો ભેદ ખુલ્યા છે.

પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ છરી બતાવી, પૈસા અને મોબાઈલની લૂંટના ૨૫થી વધુ ગુના કબુલ્યા છે. જો કે તેમાંથી મોટાભાગનામાં ફરિયાદ થઈ નથી. પાંચ માસ પહેલા આજી જીઆઈડીસીમાં પ્રેમકુમારની હત્યા અને લૂંટના બનાવ વખતે પોલીસને આરોપીઓના ઝાંખા સીસી ટીવી ફૂટેજ મળ્યા હતા.

ત્યારબાદ તાજેતરમાં બી ડિવીઝન પોલીસમાં છરી દેખાડી લૂંટ ચલાવનારા આરોપીઓના સીસી ટીવી ફૂટેજ મળ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ હિતેશ ગઢવી અને પીએસઆઈ કાનમિયાએ તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

બંને આરોપીઓ રાત્રે અંધારામાં દારૃ પીવા માટે પૈસાની શોધખોળ માટે ખાસ કરીને ત્યાંથી પસાર થતાં કોઈ એકલ-દોકલ પરપ્રાંતીય શ્રમિકને અટકાવી તેને છરી બતાવી રોકડ કે મોબાઈલ લૂંટવાની ટેવ ધરાવે છે. આ દરમિયાન જે શિકાર સામનો કરે તો તેને છરી હુલાવતા પણ અચકાતા નહીં તેવા ડેન્જર છે. આ જ રીતે બંને આરોપીઓએ નિર્દોષ પ્રેમકુમારને લૂંટવા જતાં તેણે ગાળો ભાંડતા તેની હત્યા કરી નાખી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, આરોપી મહેશ વિરુદ્ધ ૨૦૦૭ની સાલમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો. થોરાળા પોલીસમાં નોંધાયેલા આ ગુનામાં પેરોલ મેળવી જેલમાં પરત હાજર નહીં થઈ ગઈ તા. ૬-૧૧-૨૦૧૬થી નાસતો ફરતો હતો અને બિન્ધાસ્ત બની ગુના આચરતો હતો.

આ ઉપરાંત તેનો સાગરીત પડધરીમાં કોલેજમાં ચોરીના ગુનામાં પકડાયા હતા. એટલું જ નહીં બંને આરોપીઓ ચોરી અને લૂંટના ગુનામાં પકડાયા હતા. બંને આરોપીઓએ જે ગુના કબુલ્યા છે તેમાંથી આઠમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ગુનાઓમાં આજી જીઆઈડીસીમાં મર્ડર વીથ લૂંટ, રેસકોર્સ મેદાનમાંથી બાઈકની ચોરી, મોરબી રોડ પરની શિવધારા સોસાયટી રોડ પર કલ્પેશ ભરતભાઈ પડીયાને છરી ઝીંકી મોબાઈલ તથા રોકડની લૂંટ, ગોંડલ ચોકડી નાલા પાસે એક જણાંને છરી બતાવી મોબાઈલની લૂંટ, આ જ સ્થળે વીસેક દિવસ પહેલા પણ મોબાઈલની લૂંટ, શિવધારા સોસાયટી રોડ પર મોબાઈલની લૂંટ, સાત હનુમાન મંદિર નજીક મોબાઈલની લૂંટ ઉપરાંત રેસકોર્સ મેદાનમાંથી વધુ એક બાઈકની ચોરીનો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી પોલીસે બે બાઈક, ૭ મોબાઈલ ફોન અને ૨ એમટી કાર્ડ વગેરે કબ્જે કરી તપાસ જારી રાખી છે.

Post Comments