Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબી નજીક વધુ બે ગોજારા અકસ્માતઃ બે યુવાનોનાં મોત

-કાર હડફેટે આઠ બહેનોનાં એકનાં એક ભાઈએ જીવ ગુમાવતા ભારે અરેરાટી

મોરબી, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

મોરબીનો નવલખી હાઈવે ફરીથી રક્તરંજીત બન્યો છે, બે જુદા જુદા અકસ્માતનાં બનાવોમાં આઠ બહેનોનાં એકના એક ભાઈનું તથા અન્ય બનાવમાં નારણકા ગામનાં સરપંચના ભાઈનું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીનાં લાયન્સનગર વિસ્તારનો રહેવાસી તુષાર યશવંતભાઈ આચાર્ય (ઉ.વ. ૩૦) રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે મોરબીનાં ત્રિમંદિર નજીક દર્શન કરવા જતો હતો ત્યારે તેના બાઈકને કાર નં. જીજે૩બીએ ૬૫૯૨નાં ચાલકે ઠોકર મારતા આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. નિવૃત રેલ કર્મચારીનાં પુત્ર એવા આઠ બહેનોનાં એકનાં એક ભાઈનું મોત થતાં બાવાજી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય અકસ્માતમાં વનાળીયા ગામે નજીક આજે બપોરનાં સુમારે બાઈક પર જઈ રહેલા ગણેશ જેઠાભાઈ મેરજા (રહે. નારણકા)ને ટ્રકનાં ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી આદરી છે. મૃતક ગણેશભાઈ મેરજા નારણકા ગામના સરપંચના ભાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Post Comments