Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાડીમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા બે માસુમ બાળકીના મોત

-બે સગી બહેનોના મોતથી શ્રમિક પરિવાર હતપ્રભ

ભેંસાણ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ભેંસાણ તાલુકાના બામણગઢ ગામના એક ખેડૂતની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના બળવાની પંથકના એક શ્રમિક પરિવારની બે દિકરીઓના રમતા રમતા એક સાથે કુંડીમાં પડી જવાથી મૃત્યુ નિપજતા આખા ગામમાં શોકનો માહોલ વ્યાપ્યો હતો.

ભેંસાણ તાલુકાના બામણગઢ ગામના હરસુખભાઈ સતાસીયાની વાડીએ રહીને ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના પાટી તાલુકાના વલન ગામના કિલોરસિંહ સોલંકીની ૪ વર્ષીય પુત્રી સરીતા અને ૩ વર્ષીય પુત્રી રંછા પાણી ભરેલ કુંડી નજીક રમતી હતી ત્યારે અચાનક કુંડીમાં પડી જતા બંને બહેનોના મોત નિપજ્યા હતા.

આ ઘટના બની ત્યારે કિલોરસિંહ, તેમની પત્નિ અને અન્ય પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા, બનાવની જાણ થતા ૧૦૮ના માધ્યમથી અહિંની સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કરતા જ શ્રમિક પરિવાર ઉપર આભ તુટી પડયું હતું. આ શ્રમિક પરિવારે પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી, જેથી પીએમ કર્યા વિના અહીંના સેવાભાવી લોકોએ તેમને એમપી પહોંચવાની સગવડ કરી આપી હતી.

જો કે વડોદરા પહોંચતા જ આ શ્રમીક પરિવારને કોઈ વડીલ સભ્યે પીએમ કર્યા બાદ મૃતદેહ એમ.પી. લઈ આવવાનું સુચન કરતા એમ્બ્યુલન્સ પાછી ફરી હતી અને ભેંસાણ હોસ્પિટલ ખાતે બંનેનું પીએમ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ભેંસાણ પીએસઆઈ એ.એલ. બારીસીયા અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી.

Post Comments