Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોમનાથ દાદાના દર્શનના લાભ લેતા અઢી લાખ શિવ ભકતો

-મહાશિવરાત્રીએ પ્રભાસ ક્ષેત્રમાં ગુંજી શિવભક્તિની આહલેક

-મંદિરે ૨૬ ધ્વજારોહણ, પરિસરમાં દાદાની પાલખી યાત્રામાં હકડેઠઠ ભીડ

વેરાવળ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વ પ્રસંગે સમગ્ર પ્રભાસ ક્ષેત્ર શિવમય બન્યું હતું. શિવ ભક્તિની આહેલક ગુંજી ઉઠી હતી.

અઢી લાખ શિવ ભકતો દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. દિવસભર મંદિરે શિવભક્તોના અવિરત ધસારો રહેતા હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો હતો. મંદિર બહાર લાંબી કતારો લાગી હતી. દાદાની ભવ્ય પાલખીયાત્રા મંદિર પરિસરમાં ધામધૂમથી ફરી હતી. વેરાવળથી સોમનાથ સુધી ભોંય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આજે મંદિર કુલ ૨૬ ધ્વજારોહણ થયા હતા.

સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારે ૪ વાગ્યે દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. તે પહેલાથી ભાવિકો કતાર લગાવીને ઉભા રહી ગયા હતા. મંદિરના દિગ્વિજય દ્વાર ખુલતા જ ભાવિકોના હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. પ્રાતઃ આરતીમાં મંદિરમાં ભાવિકો ઉમટી પડયા હતા.

દિવસભર વિવિધ પુજાઓ, મહામૃત્યુંજય યજ્ઞા, વિવિધ દર્શન, અભિષેક શૃંગાર દર્શન, આયં આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંદિર આખો દિવસ વિવિધ પુજાવિધિઓના મંત્રોચ્ચારથી ગુંજ્તું રહ્યું હતું.

સવારે મંદિર પરિસરમાં સોમનાથ દાદાની પાલખી યાત્રા યોજાતા તેમાં જંગી મેદની ઉમટી પડી હતી. ભાવિકો પાલખી યાત્રામાં જોડાઇને ભાવવિભોર બન્યા હતા. વેરાવળથી સોમનાથ સુધી ભોંય સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે યોજાઇ હતી. મંદિરમાં દિવસ આખામાં કુલ ૨૬ ધ્વજારોહણ થયા હતા. તા. ૧૪ ના બપોરે ૧૨.૩૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞાની પુર્ણાહુતિ થશે.

વહિવટીતંત્ર, પાલિકા તથા સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ૪ સ્થળોએ ભંડારા પ્રસાદની વ્યવસ્થા ગોઠવાઇ હતી. તથા અનેક સંસ્થાઓ દ્વારા પાણીના પરબ ઉભા કરાયા હતા. લાખો ભાવિકોના આગમનના લીધે સોમનાથ મંદિરે તથા આસપાસ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તથા દરિયાઇ વિસ્તારમાં પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રખાયું હતુ.

Post Comments