સુંજ્વા કેમ્પમાં ગોંડલનાં બે ફૌજી જવાનોએ પણ આતંકીઓ સાથે બાથ ભીડી
- નિર્દોષ લોકો સાથે બર્બરતા આચરનાર નિષ્ઠુર આતંકીઓનો ખાત્મો બોલાવીને જ ઝંપવાનો નિર્ધાર
symbolic image
ગોંડલ, તા.13. ફેબ્રુઆરી 2018 મંગળવાર
ભારતીય સૈન્યમાં જોડાયેલા ગોંડલનાં બે યુવાનો જમ્મુનાં સુંજવા ખાતે ફરજ બજાવતી રહ્યા છે. આતંકવાદી હુમલાની જાણ થતાં જ ભારતીય ફૌજ હરકતમાં આવી ગઇ હતી અને ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને જ જંપીશું તેવો નિર્ધાર કર્યો હતો.
આતંકવાદીઓને જડબાતોડ જવાબ દેવામાં ગોંડલ તાલુકાનાં દેવચડી ગામે રહેતા અને ભારતીય સૈન્યમાં ગોંડલનું ગૌરવ વધારતા કિશાન શિયાળાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ વહેલી સવારે જાળી તોડી ઘૂયા હતા અને લોકોને બંધક બનાવ્યા છે.
બાળકોનાં હાથ કાપી નાખ્યા તેમજ મહિલાઓ પર દૂષ્કર્મ પણ આચર્યું છે. ભારતીય સૈન્યનાં જવાનો દ્વારા ૫ આતંકવાદીઓમાંથી ત્રણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને આજે પણ ઓપરેશન ચાલુ જ રહ્યું હતું. બે આતંકવાદીઓને ઠાર મારીને જ જંપીશું તેવો હુંકાર કર્યો છે.
આતંકવાદીઓ દ્વારા માસુમ લોકો સાથે અતિ બર્બરતા આચરવામાં આવી હોય, આતંકવાદીઓનાં મૃતદેહને હજુ પોલીસને સોંપવામાં આવ્યા નથી. સંપૂર્ણ ઓપરેશન પૂરૃં થયા બાદ જ પોલીસને કાર્યવાહી કરવા દેવામાં આવશે, તેવું ભારતીય સૈન્યના જવાનોએ જણાવ્યું હતું.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News