Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હત્યાનો બદલો લેવા માટે નિર્દોષ યુવાનની છરીના ૨૦ ઘા ઝીંકી હત્યા

-કુખ્યાત રીયાઝ દલ તેના ભાઈ અને પિતા સહિતનાં આરોપીઓને પકડવા પોલીસની ટીમો કામે લગાડાઈ

રાજકોટ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં પોલીસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. માથાભારે અને લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ભય નહીં રહ્યાનું ફરી એક વખત સાબીત તયું છે.

૧૧ માસ પહેલા ગાયકવાડીમાં થયેલી નિઝામ દલની હત્યાનો બદલો લેવા ગતરાત્રે ધર્મેન્દ્ર રોડ વિસ્તારમાં મોહસીન ઉર્ફે અસગર હનિફભાઈ જુણેજા (ઉ.વ. ૩૦, રહે. ભિસ્તીવાડ)ની છરીના વીસેક ઘા આડેધડ ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી કુખ્યાત રીયાઝ ઈસ્માઈલ દલ તેના પિતા અને ભાઈ સહિતની ટોળકી ફરાર થયી ગઈ તી.

જે હત્યાનો બદલો લેવા માટે મોહસીનની હત્યા કરાઈ તેમાં તે સામેલ પણ ન હતો. તેના કાકા અને મામા સહિતના આ હત્યામાં પકડાયા હતા. આ રીતે આરોપીઓએ એક નિર્દોષ યુવાનનો ભોગ લઈ હત્યાનો બદલો લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હત્યાનો ભોગ બનનાર મોહસીન ભિસ્તીવાડમાં રહેતો હતો અને એલજી કંપનીના ફ્રીજ, એસી સર્વિસ, રિપેરીંગનું કામ કરતો હતો. હાલમાં તેણે મકરસંક્રાંતિ હોવાથી સદરબજારમાં પતંગની દુકાન શરૃ કરી હતી.

ગઈકાલે રાત્રે ૧૨-૪૫ વાગ્યાના અરસામાં તેનો માસીયાઈ ભાઈ આબીદ હુશેનભાઈ જુણાચ (૨૫) કે જે પણ ભિસ્તીવાડમાં રહે છે અને લાતીપ્લોટમાં હેતલ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીમાં ડિલેવરીમેન તરીકે નોકરી કરે છે, ત્યાં ગયો હતો.

ત્યારબાદ આ બંને અને ત્રીજો માસીયાઈ ભાઈ રફીક કાસમભાઈ કાલા ધર્મેન્દ્ર રોડ પર રેંકડીએ નાસ્તો કરવા બે એક્ટિવા પર ગયા હતા.

ત્રણેય નાસ્તો કરતા હતા ત્યાં રાત્રે એકાદ વાગ્યે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી અને એક્ટિવા પર આરોપીઓ ધસી આવ્યા હતા. એક્ટિવા પરથી જામનગર રોડ પરના હુડકો ક્વાર્ટરમાં રહેતો કુખ્યાત રીયાઝ ઈસ્માઈલ દલ અને તેનો ભાઈ રીઝવાન ઉતર્યા હતા.

આ ઉપરાંત સ્કોર્પિયોમાંથી બંનેના પિતા ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈશાભાઈ દલ જે જંગલેશ્વરમાં રહે છે, બંનેનો ભાણેજ શાહરૃખ ઉર્ફે રાજા બાબુભાઈ જુણેજા તથા અજાણ્યા ત્રણેક શખ્સો ઉતર્યા હતા.

આરોપીઓએ ત્રણેય જ્યાં નાસ્તો કરતા હતા ત્યાં નજીક પહોંચ્યા બાદ ગાળાગાળી શરૃ કરી દીધી હતી અને મોહસીનને હાથથી ધક્કો મારી કહ્યું કે આજે તને મારી નાખવો છે. અમે નિઝામનાં મોતનો બદલો લેવા આવ્યા છીએ તેમ કહી નેફામાંથી છરી કાઢયા બાદ મારો, મારોની બૂમો પાડી તૂટી પડયા હતા.

તત્કાળ ઈસ્માઈલ ઉર્ફે બટુકે રેંકડી પાસેથી લોખંડનું ટેબલ ઉપાડી મોહસીન ઉર્ફે અસગરને માથામાં મારતા તે નીચે પટકાઈ ગયો હતો. તે સાથે જ રીયાઝ, શાહરૃખ અને રીઝવાને છરીઓના ઘા મોહસીનના પેટમાં ઝીંકી દીધા હતા.

જેના કારણે તે જીવ બચાવી ભાગતા સાતેય આરોપીઓ તેની પાછળ દોડયા હતા અને થોડે દુર જઈ પટકાઈ જતા મોહસીન ઉર્ફે ફરીથી છરીઓ વડે તૂટી પડયા હતા અને છરીના વીસેક ઘા શરીર પર આડેધડ ઝીંકી દીધા બાદ આબીદ અને તેનો માસીયાઈ ભાઈ રફીક કે જે ડરને કારણે દૂર જઈ ઉભા રહ્યા હતા તેમને પણ જીવતા નથી છોડવા તેવા હાકલા પડકારા કરી બંનેની પાછળ દોડતા બંને જીવ બચાવવા શેરીમાં ભાગી ગયા હતા.

ત્યારબાદ ત્યાંથી મોહસીન ઉર્ફે અસગરને મોબાઈલ કર્યો હતો. પરંતુ ફોન રિસિવ થયો ન હતો. થોડીવાર પછી ઘટના સ્થળે જઈ જોતા તે લોહીલુહાણ હાલતમાં પડયો હતો. એવામાં ત્યાં આબીદનો ભાઈ મહેતાબ ઉર્ફે રાજ પણ આવી પહોંચ્યો હતો. જેણે આરોપીઓને સ્કોર્પિયો અને એક્ટિવા પર ભાગતા જોયા હતા.

બીજી તરફ જાણ થતા પોલીસ અને ૧૦૮નો સ્ટાફ આવી પહોંચ્યો હતો. ૧૦૮ના તબીબોએ મોહસીનને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં હનિફ બાબુભાઈ દલ, યુસુફ ઈસ્માઈલ દલ, જાહીદ બાબુભાઈ દલ વગેરે દોડી આવ્યા હતા.

ફરિયાદમાં આગળ આબીદે પોલીસને જણાવ્યું કે ૧૧ માસ પહેલા ગાયકવાડી શેરી નંબર ૬માં નિઝામ સુલેમાન દલની હત્યા થઈ હતી. જેમાં હત્યાનો ભોગ બનનાર મોહસીન ઉર્ફે અસગરના સગા મામા હનિફભાઈ, યુસુફભાઈ, મહમદભાઈ, હુશેન અલીભાઈ, ઈકબાલભાઈ અને કાકા ફારૃક હસનભાઈ જુણેજાના નામો આરોપી તરીકે હતા. તે હત્યાનો બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી છે.

હત્યા બાદ ભાગી ગયેલા આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને એ ડિવિઝન પોલીસની ટીમો કામે લગાડાઈ છે. હત્યાનો ભોગ બનનાર મોહસીન ઉર્ફે અસગર બે બહેનનો એકલૌતો ભાઈ હતો. તેના પિતાનું વર્ષો પહેલા વાહન અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

જેને કારણે તે હાલ પરિવારનો આધારસ્થંભ હતો. તેણે ત્રણેક વર્ષ પહેલા જ મામાની પુત્રી મહેંદી સાથે શાદી કરી હતી. તે ગેબનશાપીર દરગાહનાં ટ્રસ્ટી બાબુ જાનમહમદ દલનો દોહિત્ર હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Post Comments