Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હજારો કરદાતાઓને નથી મળ્યા ટેક્ષ બીલ, છ હજારથી વધુ વાંધા અરજીનો નિકાલ બાકી

-સૌથી વધારે વેસ્ટ ઝોનમાં ટેક્ષ આકારણી સામે વાંધો

-કરદાતાઓ રોકડા રૃપિયા લઈને મહાપાલિકા કચેરીમાં ટેક્ષ ભરવા આવે છે પણ યોગ્ય વ્યવસ્થાને અભાવે ધક્કા: વિપ

રાજકોટ,તા. ૧૬ મે 2018, બુધવાર

રાજકોટમાં મહાપાલિકા તંત્રએ કાર્પેટ એરિયા આધારિત પ્રોપર્ટી ટેક્ષ આકારણીની પધ્ધતિ લાગુ કરી છે, પરંતુ આનો અણઘડ અમલ કરવામાં આવ્યો હોય તેમ નવી પધ્ધતિથી વેરા આકારણી કરી ઈસ્યૂ કરાયેલા ટેક્ષબીલો હજૂ હજારો કરદાતાઓને મળ્યા નથી.

કેટલાયે જાગૃત કરદાતાઓ રોકડા રૃપિયા લઈને મહાપાલિકા કચેરીએ ટેક્ષ ભરવા જાય છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાનાં અભાવે કરદાતાઓને ધક્કા થાય છે. નવી આકારણી સાથે ૭૫૮૯ વાંધા અરજીઓ મહાપાલિકા તંત્રને મળી છે. તેમાંથી માત્ર ૧૫૫૮નોજ નિકાલ થયો છે. હજૂ છ હજારથી વધુ વાંધા અરજી પેન્ડીંગ છે.

વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટર અતૂલ રાજાણીએ જણાવ્યું છે કે, અધિકારીઓ અને પદાધિકારીઓ સિંગાપોરની સહેલગાહે છે અને અહીં તંત્ર શિથિલ અને વામણું બની ગયું હોય તેમ ટેક્ષની કામગીરી ખાડે ગઈ છે. મહાપાલિકા તંત્ર સાડા ત્રણ લાખ ટેક્ષ બિલો રવાના કર્યાનું કહે છે. પણ આ પૈકી અઢી લાખ પોસ્ટ ઓફિસોમાં ધૂળ ખાય છે. હજૂ એક લાખથી વધુ બીલ  મહાપાલિકા કચેરીમાંથી રવાના થયા જ નથી.


રોકડા રૃપિયા લઈને કરદાતા ટેક્ષ ભરવા મહાપાલિકા કચેરીએ જાયતો લીંકઅપ અભાવે બીલો જનરેટ થયા ન હોવાનાં જવાબો મળે છે. અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો ચલકચલાણું રમતા હોય તેમ અરજદાર કરદાતાઓને વોર્ડ ઓફિસેથી ઝોન ઓફિસે અને ઝોન ઓફિસેથી વોર્ડ ઓફિસે ધકેલે છે. સિનિયર સિટિઝનો અને મહિલાઓના હાલત કફોડી બની છે. લાંબી લાઈનમાં ઉભા રહ્યા  બાદ  વારો આવે ત્યારે બીલની રકમ અંગે જાણકારી નહીં મળવાથી અવાર નવાર ધક્કા ખાવા પડે છે.


નવી ટેક્ષ આકારણી સાથે વાંધા અરજીઓ થોકબંધ થઈ છે. સેન્ટ્રલ ઝોનમાં ૨૭૨૫માંથી માત્ર ૨૯૨, ઈસ્ટ ઝોનમાં ૨૦૫૯ માંથી ૪૬૦ અને વેસ્ટ ઝોનમાં ૨૮૦૫માંથી ૮૦૬ જ વાંધા અરજીનો જ નિકાલ થયો છે. હજૂ તો હજારો કરદાતાઓને  બીલો મળ્યા જ નથી. બીલો મળ્યા બાદ વાંધા અરજીઓમાં વધારો થશે. મ્યુનિ.ની ટેક્ષ બ્રાંચની લાપરવાહીનાં કારણે અનેક કરદાતાઓ, મહિલા કરદાતાઓ દશ પંદર ટકા વેરાવધારાનાં લાભથી વંચિત રહી જશે.

Post Comments