Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં અગન - વર્ષા વચ્ચે જૂનાગઢમાં વરસાદી ઝાપટું

-મોસમનો અકળ મીજાજ: લોકોમાં આશ્ચર્ય

-રાજકોટમાં ચાલુ ઉનાળાનું હાઈએસ્ટ ૪૩.૫ ડિગ્રી તાપમાન,અમરેલીમાં ૪૩.૨ ડિગ્રી અને જૂનાગઢમાં ૪૧.૬ ડિગ્રી

રાજકોટ, તા. ૧૬ મે 2018, બુધવાર

સૌરાષ્ટ્રમાં ઉનાળો બરાબર જામ્યો છે. આકરા તાપ અને અસહ્ય ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે જો કે, મોસમનો અકળ મીજાજ આજે દેખાયો હતો. સૌરાષ્ટ્રમાં આજે અગનવર્ષા વચ્ચે જૂનાગઢમાં જોરદાર વરસાદી ઝાપટું વરસી જતાં આશ્ચર્ય સર્જાયું હતું.

રાજકોટમાં ચાલુ ઉનાળાનું હાઈએસ્ટ મહત્તમ તાપમાન આજે ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, હજુ તા.૨૧મી સુધી ૪૨થી ૪૩ ડિગ્રી તાપમાન યથાવત રહેશે. જેમાં વધારો પણ થઈ શકે છે. રાજકોટમાં દિવસે અંગ દઝાડતી લૂ ફૂંકાઈ હતી અને રાત્રે પણ જોરદાર બફારાનાં કારણે લોકો આકળ - વિકળ થઈ ગયા હતાં.

એ જ રીતે આજે અમરેલીમાં પણ ૪૩.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જયારે અન્ય દરિયા કિનારા આસપાસનાં જામનગરમાં ૩૯.૮ ડિગ્રી, ભાવનગરમાં ૩૯.૯ ડિગ્રી, પોરબંદરમાં ૩૫ ડિગ્રી, વેરાવળમાં ૩૩.૧ ડિગ્રી, દ્વારકામાં ૩૨.૮ ડિગ્રી, ઓખામાં ૩૪.૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જો કે, અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.


જૂનાગઢમાં આજે સવારથી જ આકરી ગરમી અને બફારાનો અનુભવ થયો હતો. બપોરે આકરો તાપ હતો. આજે મહત્તમ તાપમાન ૪૧.૬ લઘુતમ ૨૭.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૭.૯ કિ.મી. પ્રતિ કલાક રહી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ આકરો તડકો હતો છતાં કમૌસમી વરસાદનું ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થઈ ગયા હતાં. શહેરનાં એમ.જી. રોડ મજેવડી દરવાજા, પંચ હાટડી ચોક, જી.આઈ.ડી.સી. સહિતનાં વિસ્તારોમાં છાંટા પડયા હતાં.

આકરા તાપ વચ્ચે થોડી વાર વરસેલા વરસાદી ઝાંપટાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. બાદમાં આકરા બફારાનો અનુભવ થયો હતો. સામાન્ય લોકલ સિસ્ટમનાં કારણે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

અરબી સમુદ્રમાં સર્જાતું ડિપ્રેશન:માછીમારોને સુચના

અરબી સમુદ્રમાં આજે વોલમાર્ક લો-પ્રેસરની સાથે સાયકલોનિક સરકયુલેશન સર્જાયું હોવાનું આજે હવામાન વિભાગે જાહેર કરીને ઉમેર્યું છે કે, આગામી ૩૬ કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જશે. જે ગલ્ફ કન્ટ્રી તરફ આગળ વધશે એટલે ગુજરાત સહિત ભારતમાં કોઈ અસર થશે નહીં. પરંતુ વેસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં એડન ગલ્ફ અને યમન તરફ જતાં માછીમારો કે ખલાસીઓને દરિયો નહીં ખેડવા સુચના અપાઈ છે.

Post Comments