Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોરબંદરઃ ગાર્ડનમાં હિંચકા ખાતા ભૂતે મચાવી ચકચાર

- વીડિયો ક્લીપ ફરતી થયા બાદ ભયનાં કારણે ફરવા આવનારાઓની ઘટી ગઈ હતી સંખ્યા

- આખરે શું સત્ય બહાર આવ્યુ ...જાણો

પોરબંદર, તા.14  જૂન 2018 ગુરુવાર

પોરબંદરના સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એવા પ્રકારની કલીપ ફરતી થઈ હતી કે, શહેરના કમલાબાગમાં  હીંચકો આપમેળે ઝુલે છે અને તેમાં કોઈ ભુત બેઠું છે તેથી તે ઝુલાવી રહ્યું છે. આ પ્રકારની સવા મીનીટની કલીપને કારણે પોરબંદરના કમલાબાગમાં આવતા લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં ભય જોવા મળતો હોય સોબરગૃપે આનું ખંડન કરીને  તૂત હોવાનું નિર્દશન આપી સાચી હકીકત રજૂ કરી છે.

વિડીયો કલીપ ફરતી થઈ હોવાનાં કારણે પોરબંદરના કમલાબાગમાં ફરવા આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. સવારે મોર્નીંગ વોક માટે લોકો આવે ત્યારે પણ ઝુલાને શંકાની નજરે જોતા હતાં. એટલું જ નહીં પરંતુ સાંજે અસંખ્ય લોકો તેમના બાળકોને લઈને ફરવા માટે અને ખાસ કરીને ઝુલે ઝુલાવા માટે આવે છે પરંતુ તેઓ પણ ભય અનુભવતા હતા. ઝુલે ઝુલવા આવતા બાળકોની સંખ્યા ઘટી ગઈ હતી.

પોરબંદર સોબરગૃપના ચેરમેન દિલીપભાઈ ધામેચા અને તેમની ટીમના સભ્યો ખુશ્બુબેન કકકડ સહિતનાઓએ આ કલીપ અંગે તપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જે કલીપ ફરતી થઈ છે એ કલીપ અન્ય રાજયની છે, કેમ કે તેમાં અમુક શબ્દોનું ઓડીયો રેકોર્ડીંગ થયું છે તે પરપ્રાંતિયોની ભાષા છે. એટલું જ નહીં પરંતુ કમલાબાગમાં જે ઝુલા આવેલા છે ત્યાં આ પ્રકારે લોખંડની ગ્રીલ પણ નથી. જેવી કલીપમાં બતાવાઈ છે. એટલું જ નહીં પરંતુ જે વિડીયોકલીપ ફરતી થઈ છે તેમાં ધ્યાનથી જોવામાં આવે તો સ્પષ્ટપણે જણાય છે કે, કોઈ ભુત નહીં પરંતુ ઝુલા સાથે પાતળી પારદર્શક દોરી બાંધીને તેનાથી હીંચકાને ખેંચવામાં આવે છે.

કમલાબાગમાં ફરવા આવતા બાળકોમાં ભય ફેલાયો હોવાથી સોબરગૃપના ચેરમેને એક ઝુલા સાથે એવી જ પારદર્શક સફેદ રંગની દોરી બાંધીને ઝુલાની સાથે જ ખેંચીને તે ઝુલતી હોવાનું સાબિત કરી બતાવ્યું હતું અને બાળકોને જણાવ્યું હતું કે, આ રીતે ઝુલો ઝુલી રહ્યો છે તેમાં કોઈ ભુત પ્રેતનો વાસ નથી તેથી નિર્ભયપણે હીંચકા ખાવા અને બાળ મનોરંજનના સાધનોની મજા માણવા બાળકોએ કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર આવવું જોઈએ.

Post Comments