Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મંગેતરની નજર સામે વાગ્દતાનું મોત

-યુવક બાઈક પર વાગ્દતાને ગાંધીગ્રામ વિસ્તારમાં મુકવા જતો હતો ત્યારે થયેલા અકસ્માતથી વિપ્ર પરિવારમાં ગ

જૂનાગઢ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

જૂનાગઢના મોતીબાગ નજીક ગત રાત્રે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મંગેતરની નજર સામે વાગ્દતાનું મોત થયું હતું. આ બનાવથી વિપ્ર પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભાનુશંકર ભટ્ટના પુત્રી પલકબેન (ઉ.વ. ૨૧)ની મધુરમ વિસ્તારમાં રહેતા મયુરભાઈ પંડયા સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે પલકબેન તથા તેના પરિવારજનો ત્યાં ગયા હતા.

રાત્રે મયુર પંડયા પલકબેનને બાઈક પર મુકવા જતા હતા ત્યારે મોતીબાગ નજીક જીજે૧૦વી ૬૪૧૧ નંબરના ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા પલકબેનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. જ્યારે મયુર પંડયાને સામાન્ય ઈજા થઈ હતી.

આ અંગે રમેશભાઈ ભટ્ટે ટ્રક ચાલક સામે ફરિયાદ કરતા સી ડિવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી વિપ્ર પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

Post Comments