Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિસાવદરમાં પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવા ખાત્રી અપાતા યુવતીની સ્વિકારાતી લાશ

-બન્ને પીએસઆઈ સહિતનાં કર્મચારીઓની ધરપકડની માંગથી દોડધામ

-વાહન ડિટેઈનનાં કેસમાં ચાલકને માર મારતા છોડાવવા ગયેલી પુત્રીને પણ પોલીસે ફટકારતા તેણીએ ઝેરી દવા પી ક

વિસાવદર,તા.૧૬ મે 2018, બુધવાર

વિસાવદરની યુવતીએ ગઈકાલે પોલીસનાં ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેથી તેણીને મરવા મજબુર કરનારા પોલીસ અધિકારીઓ, કર્મીઓની ધરપકડની માંગ સાથે યુવતીનાં પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. અંતે જિલ્લા પોલીસ વડાએ જવાબદાર બન્ને પી.એસ.આઈ. તથા અન્ય કર્મીઓ વિરૃધ્ધ મરવા મજબુર કર્યાનો ગુન્હો દાખલ કરતા અંતે આજે યુવતીનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરનાં જુના બસસ્ટેન્ડ નજીકથી રજાકભાઈ મોદી નામનાં વાહન ચાલકનું વાહન પોલીસે ડીટેઈન કર્યું હતું. બાદમાં રજાકભાઈને પી.એસ.આઈ. પરમાર તથા પી.એસ.આઈ. 

સાનીયા દ્વારા માર મારવામાં આવતો હોવાથી તેમની પુત્રી આશીયાના (ઉ.વ.૧૯) વચ્ચે પડી તેના પિતાને પોલીસનાં મારથી છોડાવવા ગઈ ત્યારે તેણીને પણ બન્ને પી.એસ.આઈ. તથા પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવતા માઠું લાગવાથી આશીયાનાએ ઝેરી દવા પી લીધી હતી. અને બાદમાં તેનું જુનાગઢ સિવિલ હોસ્પિટલે મૃત્યું થયું હતું.

યુવતીનાં મૃત્યુ બાદ પિતા રજાકભાઈએ જવાબદાર બન્ને પી.એસ.આઈ. તથા પોલીસ કર્મીઓની ધરપકડ કર્યા બાદ જ મૃતદેહ સ્વિકારવાની જીદ પકડી હતી. આ  બાબતે અનેક રાજકીય લોકો, મુસ્લીમ સમાજનાં આગેવાનો, પોલીસ અધીકારીઓ દ્વારા રજાકભાઈને સમજાવવા માટે મથામણ ચાલી હતી. પરંતુ જવાબદારોની ધરપકડની માંગ પર અડગ હતાં.


ત્યારબાદ વિસાવદરનાં ધારાસભ્ય સહિતનાં અગ્રણીઓએ જૂનાગઢ એસ.પી.ને રૃબરૃ મળ્યા હતાં. અંતે જીલ્લા પોલીસ વડા નીલેશ ઝાઝડીયાએ જવાબદાર બન્ને પી.એસ.આઈ. તથા પોલીસ કર્મી વિરૃધ્ધ આઈ.પી.સી. ૩૦૬ મુજબ ગુન્હો દાખલ કરવાની ખાત્રી આપી હતી.

જેથી આ અંગે મૃતક યુવતીનાં પિતા રજાકભાઈને સમજાવ્યા બાદ તેણે ધરપકડની માંગ પડતી મુકી ગુન્હો દાખલ કરવાની ખાત્રી બાદ અંતે આજે સાંજનાં છ વાગ્યા બાદ મતદેહ સ્વિકાર્યોે હતો. બાદમાં મોડી સાંજે ફરિયાદ નોંધાઈ હતી.

આવો શરમજનક બનાવ બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનનાં સી.સી.ટી.વી. ફુટેજ માંગવામાં આવ્યા હતાં. પરંતુ પોલીસે સ્ટેશનનાં સીસીટીવી કેમેરા જ બંધ છે. આ અંગેનો અગાઉ કોઈ રીપોર્ટ પણ કરવામાં આવ્યો ન હતો. જેથી પોલીસની કામગીરી શંકાનાં દાયરામાં આવી ગઈ છે.

Post Comments