Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૂણાવાનાં સ્મશાનમાં દફનાવાયેલા બંને બાળકોનાં બહાર કઢાયા મૃતદેહો

-ઘટના ઉપર ઢાંકપીંછોડો કરવા ફેક્ટરી માલિકોનું કૃત્ય

-પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાને બદલે ભરી રખાયેલા ખાડામાં ડૂબી જતા શ્રમિક પરિવારના બાળકોના થયા હતા મોત

ગોંડલ, તા.11 જુલાઇ 2018,બુધવાર

ગોંડલ તાલુકાના ભુણાવા નજીક આવેલ ફેક્ટરીમાં ચાર દિવસ પહેલા બે માસુમ બાળકોના પ્રદુષિત પાણી ભરેલા ખાડામાં પડી જવાથી થયેલ મોતની ઘટનાનાં અહેવાલો અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ હરકતમાં આવી ગયેલ પોલીસ તંત્ર દ્વારા ભુણાવા નજીક જમીનમાં દફન કરાયેલા બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી તંત્ર દ્વારા પીએમ માટે ફોરેન્સીક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે નજીક ભુણાવા પાસે આવેલ શ્રી પોલીમર્સ નામના કારખાનામાં ગત તા. ૬ના સવારે ૧૧ કલાકે ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રહેલ અંદાજીત સાત ફૂટ ઉંડા પ્રદુષિત પાણી ભરેલ ખાડામાં અભિષેક રાજશક્તિ થાપા (ઉ. ૪) તેમજ વર્ષા લક્ષ્મણસિંગ સુનાર (ઉ. ૩) મુળ નેપાળીનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

બનાવને પગલે ફેક્ટરી માલિકો દ્વારા ઘટનાનો ઢાકપિછોડો કરવા ખાડામાંથી બાળકોના મૃતદેહોને કાઢી પી.એમ. કરાવ્યા વગર દફનવિધી કરી નાખવામાં આવી હતી. ઉપરાંત પ્રદુષિત પાણીના ખાડાને બુરી દેવાયો હતો. બન્ને બાળકોના પરપ્રાંતિય માતા-પિતાઓને પણ મોટી રકમ આપી ચુપ કરી દેવાયા હતા.


સમગ્ર ઘટના અંગે તંત્ર બેખબર હતું ત્યારે અખબાર દ્વારા ઘટનાનો પર્દાફાશ કરાતા જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ ગોંડલ દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કરતા તાલુકા પીએસઆઈ મીઠાપરા તથા પોલીસ સ્ટાફ ભુણાવાના સ્મશાને દોડી જઈ બાળકોના દફનાવાયેલ મૃતદેહો બહાર કાઢી પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ રાજકોટ ફોરેન્સીક લેબમાં મોકલી અપાયા હતા. જ્યાં પી.એમ. બાદ બન્ને માસુમ બાળકોના મોતનું સત્ય બહાર આવશે.


મૃતક બાળક અભિષેકનાં પિતા રાજેશસિંગ થાપા છેલ્લા બે માસથી આ ફેક્ટરીમાં પરિવાર સાથે મજુરી કામ કરતા હતા. સંતાનમાં અભિષેક ઉપરાંત એક પુત્ર હોવાનું તથા મૃતક બાળા વર્ષાના પિતા લક્ષ્મણસીંગ ઈન્દ્રસિંગ સુનાર સાત માસથી આ ફેક્ટરીમાં મજુરીકામ કરતા હતા. વર્ષા તેમની એકમાત્ર પુત્રી હતી.


શ્રી પોલિમર્સના માલિક ભરતભાઈ દઢાણીયા હોવાનું અને હાલ ફેક્ટરીનું સંચાલન તેમનો પુત્ર જય તથા અન્ય જયદિપ સંચાલન કરી રહ્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. બન્ને બાળકો ખાડાના પાણીમાં ડુબી જતા મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહ બહાર કાઢી શા માટે પીએમ ન કરાયું અને પોલીસને જાણ ન કરાઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉપરાંત પોલ્યુશન બોર્ડના નિયમ અનુસાર પ્રદુષિત પાણીનો નિકાલ કરવાનો રહેતો હોય છે ત્યારે ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જ ૭ ફુટ ઊંડો પ્રદુષિત પાણીનો ખાડો ભરાયેલોહોય પ્રદુષણ નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી પ્રદુષણ બોર્ડને જાણ કરાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments