Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાવરકુંડલામાં સસ્તા અનાજનાં કાળા બજારનો પર્દાફાશ, બે ઝડપાયા

-રિક્ષા અને રૃા. ૮૦ હજારના અનાજ સહિત રૃા. ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે

અમરેલી, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

અમરેલી જિલ્લામાં પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ સસ્તા અનાજનો જથ્થો કાળાબજારમાં પગ કરી જતો હોવા અંગે અમરેલી એલ.સી.બી.એ સાવરકુંડલામાંથી આવો રૃા. ૮૦ હજારનો જથ્થો ઝડપી લઇ કૌભાંડને ખુલ્લું પાડયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લા પુરવઠા તંત્રએ કરવાની કામગીરી અમરેલી એલ.સી.બી.એ ગઇ કાલે સાવરકુંડલામાં કરી હતી જેમાં બાતમીનાં આધારે એક રીક્ષાને મહુવા રોડ ઉપર રેલવે ફાટક પાસે રોકી તલાશી લેતા તેમાં સવાર બે શખ્સો ઇમરાન ઉર્ફે નનકોજીભાઇ જાદવ અને આસીફ અંજુમ બાલખીયા (રે. સાવરકુંડલા) પાસેથી ગવર્નમેન્ટ ઓફ પંજાબ લખેલ આવશ્યક ચિજવસ્તુના ૧૮ ચોખાના કટા મળી આવતા બન્ની આગળ ઢબે પુછપરછ હાથ ધરી હતી.

જેમાં પગ બીજો જથ્થાં ચોખા કટા - ૩૬ અને ઘઉં કટા - ૨૬ ગ્રીન ઓઇલ ઇન્ડ.ના દરવાજા પાસેથી જપ્ત કરવામાં આવતા. કુલ રૃા. ૮૦ હજારની કિંમતના રાશનનાં જથ્થાનો અને રીક્ષા સહિત બન્ને શખ્સોની કુલ ૧.૩૦ લાખનાં મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Post Comments