Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક પટેલ સામેનો રાષ્ટ્રધ્વજનાં અપમાન અંગેનો કેસ પાછો ખેંચાશે

-પાટીદાર અનામત આંદોલનને લગતા બીજા ચાર કેસો પણ પાછા ખેંચવાનો હુકમ, કલેકટર

રાજકોટ,તા.11 ઓકટોબર 2017,બુધવાર

પાટીદાર અનામત આંદોલન વખતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ૨૦૧૫ની સાલમાં ભારત સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલા મેચમાં વિરોધ પ્રદર્શન કરવા આવી રહેલા પાસનાં કન્વીનર હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજનાં અપમાનનો જે કેસ નોંધવામાં આવ્યો હતો. તે પાછો ખેંચી લેવા ગૃહવિભાગે કલેકટરને આદેશ આપ્યો છે.

કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, આ કેસ ઉપરાંત પાટીદાર અનામત આંદોલનને લગભગ જીલ્લામાં જે ચાર કેસો નોંધાયા હતા તે પણ પાછા ખેંચી લેવાનો આદેશ થયો છે.

આ પાંચ કેસોમાં ભાયાવદર, ધોરાજીમાં ૧,૧, કેસ અને ગોંડલનાં બે કેસ ઉપરાંત પડધરીમાં રાષ્ટ્રધ્વજનાં અપમાનનાં કેસનો સમાવેશ થાય છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુધ્ધ રાષ્ટ્રધ્વજનાં અપમાનનો કેસ પડધરીથી કોર્ટમાં હાલ ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધી ૧૫થી ૧૮ સાક્ષીઓ પણ તપાસાઈ ગયા છે. ગૃહ વિભાગનાં આદેશનાં પગલે સરકારી વકીલ ટુંકસમયમાં આ કેસ પાછો ખેંચવાની કાર્યવાહી પડધરી કોર્ટમાં કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

પડધરી ફોટોલાઈનટ પડધરીમાં મામલતદાર કચેરી સામે દેવાળીયા ગામનાં દલિત માલધારી સમાજ દ્વારા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવ્યું છે. ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં દલિત સમાજે પણ ઉમેદવારી કર્યાનો રાગદ્વેશ રાખીને સત્તાધીશો દ્વારા આવક કે રહેઠાણનાં દાખલા કાઢી અપાતા નથી.

બીપીએલ કાર્ડ રદ કરવાની તજવીજ શરૃ કરાઈ છે. સરકારનાં ઠરાવ બાદ પ ણ ૧૦૦ ચો.વારનાં પ્લોટ કાયદેસર કરી અપાતા નથી. પીવાનાં પાણી અને ભુગર્ભ ગ ટરની સુવિધા અપાતી નથી. આવા ત્રાસની રજૂઆતો કરવા છતાં નિવેડો નહીં આવતા આમરણાંત ઉપવાસ શરૃ કરાયાની હવે કલેકટરને પણ રાવ કરાઈ છે.

Post Comments