Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃપિયાની લેતી દેતીમાં આધેડની ક્રૂર હત્યા, વાડીમાંથી મળી લાશ

-પડધરીનાં ખાખરાબેલા -૧ ગામ નજીક બનાવ

-રાજકોટનાં શખ્સની સંડોવણી હોવાથી પોલીસને આશંકા

પડધરી,તા.૧૩ જુન 2018,બુધવાર

પડધરીના ખાખરાબેલા -૧ ગામની વાડીમાં ગરાસીયા આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર જાગી છે. આ હત્યામાં ખાખરાબેલા ગામના જ વતની અને હાલ રાજકોટ રહેતા ગરાસીયા યુવાન સહિત ૩ ઉપર શંકા સેવાઈ રહી છે.


પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખાખરાબેલા - ૬ ગામ ેરહેતા અજીતસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.૫૫)ની ખાખરાબેલા -૧ ગામે આવેલ જગદીશસિંહ શાંતુભા જાડેજાની વાડીમાંથી હ ત્યા કરાયેલ હાલતમાં લાશ પડી હોવાની જાહેરાત થતા પડધરીના પીએસઆઈ આર.પી. કોડીયાતર તથા પીએસઆઈ એમ.જે. પરમાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક અજીતસિંહ જાડેજાને માથામાં અને બંન્ને પડખામાં ૫ થી ૭ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેવાયાનું ખુલ્યું હતું.


પોલીસસુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ  બનનાર અજીતસિંહ જાડેજાને ગઈકાલે રાત્રે જગદીશસિંહ જાડેજાએ જમીન બાબતે વાત કરવી છે તેવો ફોન કરી વાડીએ બોલાવ્યા હતાં અને આજે સવારે સુધી અજીતસંહ જાડેજા ઘરે પરત ન ફરતા તેના પુત્ર ચંદ્રસિંહ જગદીશસિંહની વાડીએ તપાસ કરવા જતા ત્યાં પિતાની લોહીમાં લથબથ હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ બાદ શંકાના પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજાનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તેઓ લાપત્તા હોય હત્યામાં તેઓની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા છે.

મૃતક અજીતસિંહ જાડેજા પાસેથી જગદીશસિંહ જાડેજાએ રૃપિયા ઉછીના લીધાનું અને આ રકમની લેતી દેતીમાં જમીન આપવાની વાતના મુદ્દે બંન્ને વચ્ચે ચડભડ થતા જગદીશસિંહ સહિત ત્રણ શખ્સોએ અજીતસિંહને પતાવી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

શંકાના પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજા (રહે મૂળ વતન ખાખરાબેલા, હાલ ગાયત્રીધામ, જામનગર રોડ રાજકોટ) પકડાયા બાદ સાચી હકિકત  બરાર આવશે. હત્યાનો ભોગ  બનનાર અજીતસિંહ જાડેજાના સંતાનમાં એક પુત્ર એક પુત્ર છે. જે બન્ને પરીણીત છે. પડધરી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments