Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોમનાથ મહાદેવ મંદિરનો આજે ઉજવાશે ૬૭મો સ્થાપના દિન

- મંદિરના પુનઃ નિર્માણનો સરદારનો લોખંડી સંકલ્પ ૬૬ વર્ષ પૂર્વે થયો હતો સાકાર

- ધ્વજાપૂજન, સરદાર વંદના, મહાપૂજન, મહાઅભિષેક, દિપમાળા તથા દરેક સમાજ પારંપરિક પરિવેશમાં મહાદેવની ભાવભેર ઉતારશે મહાઆરતી

વેરાવળ, તા.૧૦ બુધવાર મે 2017
સોમનાથ મહાદેવ મંદિરનો તા. ૧૧ મેના ૬૭મો સ્થાપના દિવસ ઉજવાશે. આ પ્રસંગે ૬૬ વર્ષ પૂર્વેની યાદો થશે તાજી, દરેક સમાજો પારંપરિક પરિવેષમાં સોમનાથ મહાદેવની મહાઆરતી ઉતારશે. સોમનાથ ઈતિહાસની માહિતી આપતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો આરતી બાદ રજૂ થશે.

શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૃ પ્રાસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૃપ ૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯-૪૬ મીનીટે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ. આ પ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલ. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે ૫૧ બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ૧૦૮ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠયો. ત્યારે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવેલ હતી.

૧૧ મેના રોજ સોમનાથ મંદિરના ૬૭માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. સરદારના સંકલ્પની ઝાંખી અને ૬૬ વર્ષ પુર્વે રચાયેલા દ્રશ્યની અવિસ્મરણીય ઝાંખી સાંજે ૭-૦૦ વાગ્યે થતી મહાઆરતીમાં દ્રશ્યમાન થશે. મંદિરને સુંદર પુષ્પોથી સ્થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. સવારે ૮-૪૫ વાગ્યે ધ્વજાપૂજન, ૯-૧૫ કલાકે સરદાર વંદના તથા પુષ્પાંજલી ૯-૩૦ મહાપૂજન- મહાઅભિષેક કરવામાં આવશે. આ સાથે સાંજે ૬-૩૦ વાગ્યે દિપમાલા તેમજ સાંજે ૭ વાગ્યે દરેક સમાજો દ્વારા પારંપરિક પરિવેષમાં પતિ-પત્ની દ્વારા સજોડે મહાઆરતી કરવામાં આવશે. આરતી બાદ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ સો નિહાળી શકાશે.

Post Comments