Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવરાત્રી મેળો મિની કુંભ જાહેર, ગિરનાર ઓથોરિટીની થશે રચના

-શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રીની જાહેરાત

જૂનાગઢ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

જૂનાગઢના ભવનાથમાં આજે શિવરાત્રી મેળામાં આવેલા મુખ્યમંત્રીએ શિવરાત્રી મેળાને મિની કુંભનો દરજ્જો આપવા ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા તેમાં સાધુ-સંતોનો સમાવેશ કરવા તેમજ ગિરનારના પગથિયાનો જીર્ણોદ્ધાર કરવા જાહેરાત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી આજે ભવનાથમાં શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભવનાથમાં આવી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ભોજન કક્ષનું ઉદઘાટન કરી ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં આપા ગીગાના ઓટલાના અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી. પછી ભારતી આશ્રમ ખાતે સ્ટેજ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.

જૂના અખાડાના બિલ્ડીંગને રેગ્યુલાઈઝ કરતો હુકમ આપ્યો હતો. જ્યાં મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં મહાશિવરાત્રી મેળાને મિની કુંભનો દરજ્જો આપતી જાહેરાત કરી હતી.

આ ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા તેમજ તેમાં સાધુ-સંતોનો સમાવેશ કરવા તથા ગિરનારના પગથિયાનો જીર્ણોદ્ધાર કરવા પણ જાહેરાત કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ રવેડીના દર્શન કર્યા હતા અને પછી મોટર માર્ગે રાજકોટ જવા રવાના થયા હતા.

મિની કુંભનો દરજ્જો મળતા હવે શિવરાત્રી મેળા માટે સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે અને મેળામાં આવતા યાત્રીકો- સાધુસંતો માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઈ શકશે.

Post Comments