Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રિની આસ્થાભેર ઉજવણી, જામનગરમાં શિવ શોભાયાત્રા

-અમરેલી, પોરબંદર, મોરબી, વિંછીયા, ઉપલેટા, ભાટિયા, ફલ્લા, તાલાલા, માધુપુર, જામકંડોરણા, બિલખામાં મહાપૂ

રાજકોટ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થઈ હતી. શિવમંદિરો અનેરા શણગારથી શોભી ઉઠયા હતા. વહેલી સવારથી શિવાલયોમાં ભાવિકો દર્શન, પૂજન માટે ઉમટયા હતા. મંદિરો દિવસભર હર હર મહાદેવના નાદથી ગુંજતા રહ્યા હતા.

જામનગરમાં રજત મઢિત પાલખી સાથે વિશાળ શિવ શોભાયાત્રા યોજાઈ હતી. અમરેલીમાં પણ નાગનાથ મહાદેવ મંદિરેથી તથા કામનાથ મહાદેવ મંદિરેથી વરણાંગીઓ યોજાઈ હતી. પોરબંદર, મોરબી, વિંછીયા, ઉપલેટા, ભાટીયા, ફલ્લા, તાલાલા, માધુપુર, જામકંડોરણા, બિલખા  વગેરેમાં પણ અનેકવિધ ધર્મમય આયોજનો થયા હતા.

જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ મહાશિવરાત્રના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે સાડત્રીસમી ભવ્ય શિવ શોભાયાત્રા નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

બપોરે ચાર વાગ્યે પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઈ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે એક વાગ્યે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનો દ્વારા ૧૫થી પણ વધુ સુંદર આકર્ષક ફ્લોટસ તૈયાર કરાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતા શિવમય વાતાવરણ બન્યું હતું.

અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના દર્શન માટે શહેરમાં તમામ સ્થળે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. શહેરના વિવિધ શિવાલયોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

અમરેલીમાં આજે વહેલી સવારથી નાગનાથ મહાદેવ કામનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છવાયેલ હતી. નાગનાથ મહાદેવ મંદિરે આજે હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સાંજના વિશાળ વરણાગી નાગનાથ મંદિરેથી પ્રસ્થાન થઈ વાજતે-ગાજતે શહેરના રાજમાર્ગો ઉપર ફરી નાગનાથ મંદિરે સંપન્ન થયેલ હતી. કામનાથ મહાદેવ મંદિરની વરણાંગી પણ સવારના નિકળેલ હતી.

મોરબીમાં શિવરાત્રી પર્વ નિમિતે શિવભક્તોમાં અનેરો ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને શિવાલયોમાં શિવભક્તો સવારથી જ મહાદેવને અભિષેક કરવા પહોંચ્યા હતા. મોરબીના વિવિધ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટયા હતા. કુબેરનાથ મહાદેવ મંદિર, રફાળેશ્વર મહાદેવ મંદિર અને જડેશ્વર મંદિરે ભક્તોના મેળાવડા જામ્યા હતા. રફાળેશ્વર ખાતે પણ ભાવિકો ઉમટયા હતા.

વિંછીયા રાજગઢ ચોકમાં આવેલા પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવરાત્રીની ભારે ભક્તિભાવથી ઉજવણી થઈ હતી. શિવાલયને સુંદર શણગાર કરાયા હતા.

ઉપલેટા મોજ નદીને કાંઠે બિરાજતા પૌરાણીક સોમનાથ મહાદેવ મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા હતા. સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવેલ તેમજ મહાપુજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું. ભોગ પ્રસાદીનું વિતરણ થયું હતું.

ભાટિયા ગામના વર્ષો જુના દૂધેશ્વર મહાદેવના મંદીર ખાતેથી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ હતી. ગામની જુની બજાર, મેઈન બજાર, દિનદયાલ ચોક, બસ સ્ટેન્ડ ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના માર્ગો પર ફરી અને દૂધેશ્વર મહાદેવના મંદીરે પૂર્ણ થયેલ.

ફલ્લા ગામે વિહિપ તથા બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે ગામમાં ફરી તપેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. વિવિધ શિવાલયોમાં ભાવિકો દર્શન માટે ઉમટયા હતા.

પોરબંદર શહેર જિલ્લામાં મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજાશાહી જમાનાના ભોજેશ્વર મહાદેવ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી રાજખજાનાના સોનાના સવા કીલો લાગીના ભગવાન શંકરને અને માતા પાર્વતીને ચડાવવામાં આવ્યા હતા.

ભાવિકો દર્શન માટે ઉમટી પડયા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દર વરષે એક વખત મહાશિવરાત્રી નિમિતે આ દાગીના સ્ટેટના ખજાનામાંથી લિને અહીંયા ચડાવવામાં આવે છે.

પોરબંદરમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સુદામા મંદિરમાં પ્રાચીનકાળનું સાક્ષીગોપાલ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર મહાશિવરાત્રીનું પાવન પર્વ મંગળા આવતી બાદ મંત્રોચ્ચાર સાથે પૂજા આરતી, ધ્વજારોહણ થયા હતા.

ભોવેશ્વર મહાદેવ મંદિર, ઝુંડાળામાં આવેલા ઝુંડેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિરે, ભાવેશ્વર મહાદેવ મંદિર, છાંયાનું ચાડેશ્વર મંદિર, એચએમપી કોલોની સામેનું જડેશ્વર મંદિર ઉપરાંત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોની અદ્ભૂત દર્શન ગોઠવવામાં આવ્યા હતા.

તાલાલા શહેરમાં બ્રહ્મેશ્વર મંદિર તથા દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરથી બે અલગ અલગ શોભાયાત્રા નીકળી હતી જે તાલાલામાં ફરી હતી.

માધુપુર ગિર ગામે કામેશ્વર મહાદેવ મંદિરમાં ગામના યુવાનો દ્વારા વિષ્ણુસહસ્ત્રાવલીનો પાઠ કરવામાં આવ્યો હતો. સત્યાનારયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે શિવજીની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

જામકંડોરણામાં આજે સવારથી જ દરેક શિવાલયોમાં ભાવિકો ઉમટી પડયા હતા અને પૂજન, અર્ચન, અભિષેકનો લાભ લીધો હતો.

બિલખામાં પ્રાચીન બીલનાથ મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા તેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

Post Comments