Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેતપુરનાં વડલી ચોક વિસ્તારમાં હજુ છલકાતા ગટરનાં પાણી

-વારંવાર ગટર જામ થવાથી નર્કાગાર સ્થિતિ

-ઈન્ચાર્જ ચીફ ઓફિસર પાસે સમય નથી અને ભાજપનાં શાસકો સત્તાનાં મદમાં સ્પષ્ટ કહે છે કે, 'અમારી સામે ફરિય

જેતપુર,તા. ૧૬ મે 2018, બુધવાર

જેતપુર શહેરમાં બોખલા દરવાજાથી વડલી ચોક સુધી ગટરના ગંદા પાણી કાયમી રસ્તા પર જ ભરાયેલા રહેતા હોય સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખનાં પતિને રજૂઆત કરતા સત્તાનાં નશામાં ચૂર બની 'તમે અમારી વિરૃધ્ધ ગંદકીની ફરિયાદો કરો છો એટલે સફાય નહીં થાય' તેવો ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

શહેરના વડલી ચોક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગટર જામ થઈ જવાથી ચોવીસેય કલાક ગટરનાં ગંદા પાણી રોડ પર વહે છે. આ ગંદુ પાણી સતત રોડ પર વહેવાથી અને ગટર જામ રહેવાથી ગંદા પાણી તળમાં ઉતરી ગયા છે. જેના કારણે આ વિસ્તારની આજુબાજુનાં એક કિ.મી.નાં અંતરમાં આવેલા બોર-કુવામાં આ ગંદુ પાણી આવવા લાગ્યું છે.

જે બોર કે કુવામાં ઉનાળામાં પાણી ખુટી જતાં તે કુવા તો કાંઠા સુધી ભરાય ગયા છે. અને કુવામાંનું પાણી પીવા તો શું વાપરવા લાયક પણ રહ્યું નથી. વડલી ચોક વિસ્તાર કે જયાં લગભગ અડધા શહેરનું પાણી ગટર દ્વારા આવે છે તે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ગટર જામ થઈ જવાથી ઉપરના વિસ્તારમાં પણ ગટરો જામ થઈ જાય છે. જેમાં નાના ચોક ને લાદી રોડ વિસ્તારમાં પણ વડલી ચોકની માફક કાયમ ગટરના ગંદા પાણી રસ્તા પર વહે છે.


વડલી ચોકમાં ગટર જામને કારણે આજે બોખલા દરવાજા વિસ્તાર કે જે વેપારી વિસ્તાર છે ત્યાં પણ ગટર જામ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેતાં દુકાનદારોને પોતાની દુકાનમાં કઈ રીતે જવું અને ગ્રાહકો દુકાનમાં કઈ રીતે આવે કેમ કે દુકાનના દરવાજા પાસે જ બે - બે ફૂટ પાણી ભરાઈ ગયા હતાં.

ઉપરાંત હજુ ચારેક દિવસ પૂર્વે જ જેતપુરમાં જૈનોનાં સાથે અનેક સાધુ સાધ્વીઓ પધાર્યા હતાં. તેઓને નાના ચોકમાં આવેલા દેરાસરથી વડલી ચોક થઈને તપસ્વીજીની ઓરડીએ જવાનો રસ્તો હોય, તેઓને પણ ગટરના ગંદા પાણી પર ખુલ્લા પગે ચાલવા મજબૂર થવું પડયું હતું.


પાલિકાની સફાઈ પ્રત્યેની આ ઘોર બેદરકારી અંગેનાં પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવાનો ઈન્ચાર્જ ચીફ ઓફિસર પાસે જાણે સમય જ નથી. જેથી સ્થાનિકોએ પાલિકાનાં મહિલા પ્રમુખની જગ્યાએ કારભાર સંભાળતા પતિ સુરેશભાઈ સખરેલીયાને આ અંગે રજૂઆત કરતા 'તમે ગંદકીનાં પ્રશ્ને શાસકોની વગોવણી કરીને બદનામ કરો છો એટલે તમારા વિસ્તારનું સફાઈ કામ નહીં થાય' તેવો ઉધ્ધતાઈ પૂર્વકનો જવાબ આપતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

Post Comments