Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ૪૬૬૧૭ને પદવી, ૬૮ને મેડલ ૯૨ને અપાશે પુરસ્કાર

-સૌથી વધુ વાણિજય વિદ્યાશાખામાં ૧૪૦૧૫ જયારે સૌથી ઓછી ઈજનેરીમાં માત્ર ૯ ઉમેદવારોને પદવી

રાજકોટ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

સૌરાષ્ટ્ર યુનિ.નો ૫૨મો પદવીદાન સમારોહ આગામી તા.૨૦ જાન્યુ.નાં યોજાવાનું નક્કી થયા બાદ ગુજરાત રાજ્યનાં રાજયપાલની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં કુલ ૪૬૬૧૭ ડિગ્રીઓ આપવામાં આવનાર હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં સૌથી વધુ ૧૪૦૧૫ ડિગ્રી વાણીજય વિદ્યાશાખામાં જયારે સૌથી ઓછી ઈજનેરીમાં માત્ર ૯ પરફોર્મીન્ગ આર્ટસમાં ૧૫ અને ફાર્મસીમાં ૧૭ ઉમેદવારોને ડિગ્રી આપવામાં આવનાર હોવાનું જાહેર થયું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.માં આગામી તા.૨૦નાં સવારે ૧૧.૩૦ કલાકે આયોજિત પદવીદાન સમારોહમાં અધ્યક્ષ સ્થાને રાજયપાલ અને કુલાધિપતિ પ્રા.ઓ.પી. કોહલી અધ્યક્ષ સ્થાને જયારે દિક્ષાંત પ્રવચન બેંગ્લોરની સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાના ડીમ્ડ યુનિ.ના ચાન્સેલર ડો. એચ.આર. નાગેન્દ્ર આપશે.

સૌરાષ્ટ્ર યુનિ.નું વિભાજન થતા જૂનાગઢમાં નવી નરસિંહ મહેતા યુનિ. બની હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે પદવીલેનારા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમારોહમાં ૨૪૨૨ ઉમેદવારો હાજર રહીને ડિગ્રી લેશે.

જુદી જુદી વિદ્યાશાખા પૈકી વાણીજય વિદ્યાશાખામાં ૧૪૦૧૫ વિનયનમાં ૧૧૨૨૭, વિજ્ઞાાનમાં ૧૦૩૯૯, શિક્ષણમાં ૪૫૦૮, કાયદામાં ૧૪૧૭, તબીબી માં ૧૦૧૮, ગ્રામ્યમાં ૩૦૭૦, ગૃહવિજ્ઞાાનમાં ૪૪૯, બીઝનેશ મેનેજમેન્ટ ૨૭૫૮ હોમિયોપેથી ૧૭૦, આર્કીટેકચર ૪૫, પરફોર્મિંગ આર્ટસમાં ૧૫, ફાર્મસીમાં ૧૭ અને ઈજનેરીમાં ૯ ઉમેદવારોને પદવી અપાશે આ સમારોહમાં દાતાઓનાં વ્યાજમાંથી ૫૬ અને યુનિ. દ્વારા ૧૨ મળી કુલ ૬૮ વિદ્યાર્થીને ગોલ્ડમેડલ અપાશે.

જયારે દાતાઓના દાનમાંથી ૯૨ વિદ્યાર્થીઓને ૧૧૪, રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

Post Comments