Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાલાલાની હિરણ નદી ઉપરની સાંગોદ્રા કેનાલ છલકાઈ જવાથી વેડફાતું પાણી

- ખેડૂતોને જરૃર નથી છતાં પાણી બંધ કરાતું નથી

- કેનાલની ક્ષમતા કરતા વધુ પાણી છોડતો સિંચાઈ વિભાગ : નીચાણવાળા વિસ્તારોના ખેતરો ધોવાતા ખેડૂતોમાં રોષ

તાલાલા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

તાલાલાની હીરણ નદી ઉપરની સાંગોદ્રા કેનાલ છલકાતી હોઈ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોને જરૃર નથી છતાં પાણી બંધ કરાતું નથી. તાલાલા પંથકના ખેડૂતોના નીચાણવાળા ખેતરો ધોવાઈ રહ્યા છે. ખેડૂતોને જરૃરીયાત કરતા વધારે આપવામાં આવતું પાણી બંધ કરી કિંમતી પાણી બચાવવા પ્રબળ માંગ ઉઠી છે.

તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમનું અમુલ્ય પાણીનો બગાડ થતો હોય કિંમતી પાણીનો બચાવ કરવા ખેડૂતોમાંથી પ્રબળ માંગણી ઉઠી છે. તાલાલા પંથકના નવ ગામના ખેડૂતોને ઉનાળુ પીયત માટે હિરણ નદી ઉપરની કેનાલ વાટે પાણી આપવામાં આવે છે. આ પૈકી સાંગોદ્રા કેનાલ દ્વારા આપવામાં આવતા સિંચાઈ માટેના પાણીનો વ્યાપક બગાડ થઈ રહ્યો હોવાની ફરીયાદો ઉઠી છે.

ખેડૂતોને ઉનાળુ પાક માટે સાંગોદ્રા કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. આ કેનાલ છલકાઈ ગઈ છે. પરીણામે ખેડૂતોના ખેતરમાં જરૃરીયાત કરતા વધુ પાણી જતુ હોય કિંમતી પાણીના બગાડ ઉપરાંત ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે. કેનાલ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કેપીસીટી કરતા વધારે પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે. જેને કારણે કેનાલ છલકાઈ જાય છે અને વધારાનું પાણી ખેડૂતોના ખેતરમાં બીનજરૃરી જાય છે.

ખેડૂતોએ જણાવ્યું છે કે કેનાલમાં પાણી છોડયા બાદ કેનાલના પાણીની તપાસ કરવી જોઈએ. તે થતી નથી જેથી કેનાલના વધારાનું પાણી નીચાણવાળા ખેતરોનું ધોવાણ કરતું હોય ખેડૂતોના ખેતરોનું ધોવાણ થતુ બંધ કરવા ખેડૂતોને જરૃરીયાત કરતા વધારે આપવામાં આવતુ પાણી બંધ કરી કિંમતી પાણીનો બચાવ કરવા માંગ ઉઠી છે.

Post Comments