Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

MPનો ખુંખાર ડાકુ ને રેપીસ્ટ રમેશ ખેડા રાજકોટથી ઝડપાયો

-પાંચ ગુનામાં વોન્ટેડ અને ૨૦ હજારનો ઈનામી આરોપી હતો

-ગુજરાતમાં પણ વાહન ચોરી, લૂંટનાં ગુનામાં પકડાયો હતો

રાજકોટ, તા.11 જુલાઇ 2018,બુધવાર

મધ્ય પ્રદેશનાં ખુંખાર ડાકુ, ગેંગનાં સરદાર અને બળાત્કારી રમેશ માનસિંહ મેડા (ઉ.વ.૩૬) ને ક્રાઈમ બ્રાંચે બેડી બાયપાસ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો તે ત્રણ બળાત્કાર સહિત કુલ મધ્યપ્રદેશનાં પાંચ ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો તેની ઉપર સ્થાનિક પોલીસે ૨૦ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

જાણ થતાં જ તેનો કબ્જો લેવા માટે મધ્યપ્રદેશ પોલીસની ટીમ તત્કાલ રાજકોટ પહોંચી ગઈ છે. ખુંખાર, શાતિર ગુનેગાર રમેશ મધ્ય પ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં આમ્બ ુઆ અને ઉદયગઢ પોલીસ મથકનાં રેપનાં ત્રણ, ગેરકાયદેસર દારૃની ફેકટરી અને ફરજમાં રૃકાવટનાં મળી કુલ પાંચ ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો.


તેને મધ્ય પ્રદેશ પોલીસે ડકેત પણ જાહેર કર્યો હતો. તેણે તેની ટોળકી સાથે લૂંટ, ધાડનાં અનેક ગુના આચર્યા હતાં. આ ઉપરાંત તે મજૂરીએ જતી કિશોરીઓને બાઈક પર ઉઠાવી જઈ જંગલમાં લઈજઈ તેની ઉપર બે-બે, ત્રણ - ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવાની ટેવવાળો છે.


૨૦૧૨ની સાલમાં તે ભરૃચ જીલ્લાનાં કરજણ ઉપરાંત જાલોદ અને આમોદ પોલીસ મથકનાં વાહન ચોરી, લૂંટનાં અનેક ગુનાઓમાં પકડાયો હતો. ગુનો કર્યા બાદ તે ઘણાં દિવસો સુધી જંગલમાં છપાઈ રહેતો હતો પરિણામે પોલીસ તેને આસાનીથી પકડી શકતી ન હતી. મધ્ય પ્રદેશ પોલીસ માટે તે માથાનાં દુઃખાવારૃપ બની ગયો હતો. એટલું જ નહીં તે પોતાનાં વિશે કોઈ પોલીસને બાતમી આપે તો તેને પણ છોડતો નહીં. તેનાં આતંકનાં કારણે ગ્રામજનો રીતસર તેનાંથી ફફડતા હતાં.


તેને પકડવા માટે મધ્યપ્રદેશના  પોલીસ અનેક વખત ઘણી બધી ટીમો બનાવી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. અંતે તેનું લોકેશન ટ્રેસ કરી રાજકોટ પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ હિતેશ ગઢવી અને પીએસઆઈ કાનમિયા ઘણાં દિવસોથી તેની પાછળ હતાં અંતે ચોક્કસ બાતમીનાં આધારે તેને ઝડપી લીધો હતો.

Post Comments