Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલાવડનાં ખાનકોટડા ગામની પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

- અવેડા પાસેની ઓરડીમાં લઈ જઈ

- કપડાં ધોવા ગઈ ત્યારે પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના શખ્સ દ્વારા દુષ્કર્મ

જામનગર, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતી એક પરણિત યુવતી કપડા ધોવા માટે ગઈ હતી જયાં તેણીની એકલતાનો લાભ લઈને ખાનકોટડા ગામના જ એક શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી પાશવી બળાત્કાર ગુજાર્યાની અને જો કોઈને જાણ કરશે તો તેણીને તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર જાગી છે.

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતી એક પરણિત યુવતી ગઈકાલે ગામન ાઅવેડા પાસે કપડા ધોવા માટે ગઈ હતી. જે દરમ્યાન ખાનકોટડા ગામમાં જ રહેતો બાબુભાઈ ભીખાભાઈ તરાવીયા નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને અવેડાની બાજુમાંથી આવેેલી ઓરડીમાં લઈ ગયો હતો જયાં તેણીની મરજી વિરૃધ્ધ બળજબરીપુર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારપછી આ બનાવની કોઈને જાણ કરશે અથવા પોલીસ ફરીયાદ કરશે તો તેણીને તેમજ તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી અને ભાગી છુટયો હતો જેથી ભોગ બનનાર પરીણિત યુવતીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બાબુભાઈ તરાવીયા સામે  ફરીયાદ નોંધાવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે જયારે ભોગ બનનારની તબિબી ચકાસવણી કરવામાં આવી છે.

Post Comments