Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશભરમાં સૌપ્રથમ રાજકોટમાં નીકળશે તાજા જન્મેલા બાળકોના આધારકાર્ડ : કલેક્ટર

- ગર્વમેન્ટ અને ખાનગી હૉસ્પિટલમાં બે-બે કીટ મૂકાશે

રાજકોટ, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે મહત્વનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં તાજા જન્મેલા બાળકોના આધારકાર્ડ કાઢવા અંગે કલેક્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કલેકટરનો આ નવતર પ્રયોગ દેશભરમાં સૌ પ્રથમ રાજકોટમાં શરૂ થઇ રહ્યો છે.

આ અંગે વધુ વિગત આપતા કલેકટરે જણાવ્યું હતું કે, તાજા જન્મેલા બાળકોના ફીંગર પ્રિન્ટ કે આઇ લેવાની જરૂર નથી. માત્ર નામ, સરનામા અને માતા-પિતાના નામ તેમજ તાજા જન્મેલા બાળકોના ફોટા પરથી સ્થળ પર જ આધારકાર્ડ કાઢી અપાશે. સરકારની તમામ યોજનાઓ ઉપરાંત એરપોર્ટ કે રેલ્વે પ્રવાસમાં કોઇ મુશ્કેલી ન થાય તે માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

શરૂઆતમાં ગર્વમેન્ટ અને ખાનગી બંને હોસ્પિટલોમાં બે-બે કીટ મૂકાશે. શહેરની સિવિલ અને ઝનાના હોસ્પિટલે તાત્કાલિક આધારકાર્ડની કીટ મૂકવામાં આવશે. ત્યારબાદ દરેક તાલુકા મથકે હોસ્પિટલોમાં જે તે મામલતદારો દ્વારા અઠવાડીયામાં બે દિવસ આધારકાર્ડ કાઢવાની કાર્યવાહી કરાશે.  

સરકારે ડિલીવરી પીરીયડ અંગે 6 હજારની સહાયની જાહેરાત કરી છે. તે માટે દેશભરમાં સૌ પ્રથમ રાજકોટમાં આ પ્રયોગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આમા સફળતા મળ્યે હોસ્પિટલોમાં આધારકાર્ડ અંગે કાયમી સેન્ટર ઉભુ કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવનાર છે.

Post Comments