Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ધો. ૧૨ સાયન્સનું પરિણામ થશે જાહેર રાજકોટ જિલ્લો 'એ' ગ્રેડમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ રહેશે ?

- ગોંડલ કેન્દ્ર રાજ્યભરમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને; વર્ષ ૨૦૧૫નું ૮૬.૧૦ ટકા જયારે ૨૦૧૬નું ૭૯.૦૩ ટકા પરિણામ

રાજકોટ, બુધવાર તા. 10 મે 2017
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ આવતીકાલ તા. ૧૧ ના જાહેર થશે. છેલ્લા બે વર્ષથી રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં સૌથી વધુ ટકાવારી સાથે પ્રથમ સ્થાને ઉતિર્ણ થતો રહ્યો છે. આ સંજોગોમાં આવતીકાલ તા. ૧૧ ના સૌથી ઊંચુ પરિણામ મેળવનાર જિલ્લા તરીકે રાજકોટ હેટ્રીક મારશે કે કેમ? તે સવાલ વાલીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

રાજકોટ જિલ્લાનું ધો. ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૧૫ નું પરિણામ ૮૬.૧૦ ટકા રહ્યું હતું. જયારે ૨૦૧૬માં બોર્ડનું પરિણામ ૭૯.૦૩ ટકા જાહેર થયું હતું. પરિણામની સાપેક્ષમાં રાજકોટ જિલ્લાનું પરિણામ વર્ષ ૨૦૧૫માં ૯૬.૦૧ ટકા જયારે વર્ષ ૨૦૧૬માં ૯૩.૮૩ ટકા જાહેર થયું હતું.

આ બન્ને વર્ષ દરમિયાન રાજયમાં સૌથી ઊંચું પરિણામ ગોંડલ કેન્દ્રનું વર્ષ ૨૦૧૪ માં ૧૦૦ ટકા જયારે વર્ષ ૨૦૧૫માં ૯૯.૭૩ ટકા અને વર્ષ ૨૦૧૬માં ૯૭.૧૮ ટકા આવ્યું હતું. ધો. ૧૨ સાયન્સમાં રાજકોટ જિલ્લાના ઉજ્જવળ પરીણામની શ્રૃંખલાના સંદર્ભમાં સુત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં બોર્ડની પરીક્ષા પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને તૈયાર કરવાની વિશિષ્ટ ટેકનીક વિકસાવવામાં આવી છે જેનો લાભ બહુધા વિદ્યાર્થીઓને મળે છે પરિણામે રાજયમાં સૌથી વધુ 'એ' ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં પણ રાજકોટ અગ્રેસર રહે છે.

વર્ષ ૨૦૧૪માં રાજ્યમાં ૩૦૬ વિદ્યાર્થીને એ ગ્રેડ તેમાં સૌથી વધુ રાજકોટના ૬૩ વિદ્યાર્થી હતા વર્ષ ૨૦૧૫માં પણ રાજયના ૪૨૭માં રાજકોટના સર્વાધિક ૧૦૪ વિદ્યાર્થી હતા. વર્ષ ૨૦૧૬માં રાજ્યમાં એ ગ્રેડ ૭૬૩ વિદ્યાર્થીઓને મળ્યો હતો તેમાં સુરતનાં ૧૯૫ અને રાજકોટના ૧૭૬ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું.
આ પ્રકારનું ઝળહળતું રીઝલ્ટ આવતીકાલ તા. ૧૧ ના રોજ જિલ્લો જાળવી શકશે કે કેમ? તે મુદ્દો આજે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.

Post Comments