Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ RTOએ ટ્રાન્સપોર્ટરોનું આંદોલન, અંતે થયું સમાધાન

- જુના ભારે વાહનોની કિંમત પર કર વસુલવા મુદ્દે

- હવે ઓરીજીનલ બિલના બદલે નકલ, સર્ટિફિકેટ,એકરારનામુ, આધાર વગેરે પર વસુલાશે ટેક્સ: હવે કરઆવકનું કડક ઓડ

રાજકોટ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

રાજકોટ આર.ટી.ઓ. દ્વારા સરકારી નિયમ અનુસાર ટ્રક સહિતના ભારે વાહનોની કિંમત નક્કી કરવા ઓરીજીનલ બિલ ઉપર ટેક્સ વસુલાત શરુ કરતા તેના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ આજે કામગીરી થંભાવી દેવાની ચિમકી આપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આર.ટી.ઓ. કચેરી રાબેતામૂજબ ચાલુ થઈ હતી પણ બાદમાં આ આંદોલન મુદ્દે સમાધાન થઈ ગયું હતું.

ટ્રાન્સપોર્ટરોએ ગુલાબનું ફૂલ આપીને ગાંધીગીરી કરી હતી અને આ નવી વ્યવસ્થા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે આર.ટી.ઓ.ના અધિકારી જે.વી.શાહનો સંપર્ક સાધતા જણાવ્યું કે ટુ વ્હીલર, કાર જેવા ફોર વ્હીલર્સમાં તો આજીવન કર વસુલી લેવાય છે જ્યારે ટ્રક જેવા ભારે વાહનોમાં ગત વર્ષથી એવો નિયમ આવ્યો છે કે તેની કિંમત મૂજબ કર વસુલવાનો છે.

આવા નવા વાહનો પર તો વેરો ભરાઈ ગયો છે પણ જુના વાહનોમાં ઓરીજીનલ બિલ વગેરે મુદ્દે વાંધો લેવાતા અન્ય આર.ટી.ઓ.માં ચાલતી વ્યવસ્થા મૂજબ હવે ઝેરોક્સ સેલ્ફ એસેસ્ટેડ કોપી,એકરાર નામુ, ફોટો આઈ.ડી., આધાર કાર્ડ, મોબાઈલ નંબર વગેરે આધારો પર વાહનની કિંમત પર ટેક્સ વસુલવાનું નક્કી કરાયું છે અને આંદોલન પરત ખેંચાયું છે.

Post Comments