Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેસકોર્સમાં આજે દેશ વિદેશના ૬૦ પતંગબાજો ઉડાડશે અવનવી પતંગો

- આજે રાજકોટમાં, કાલે ખંભાલીડા બૌધ ગુફાએ પતંગોત્સવ

- રાત્રે લોકડાયરાનું આયોજનઃ રાજ્યમાં ૧૩ સ્થળોએ આયોજન પણ વાઈબ્રન્ટને લીધે તારીખો બદલાઈ, ૧૫મીએ દિવ્યાં

રાજકોટ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

પૃથ્વી હવે ઉત્તર તરફ ઢળવા લાગી છે અને આ ઉત્તર અયન અર્થાત્ ઉત્તરાયણની ઉજવણીનો રંગ જામી રહ્યો છે ત્યારે રાજકોટમાં આવતીકાલ તા.૧૫ શુક્રવારે સવારે રેસકોર્સ ઓપન એર થિયેટર પાસેના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે જેમાં દેશ વિદેશના ૬૦ પતંગબાજો અવનવી પતંગો ચગાવીને આકાશી રંગોળી સર્જશે.

આ પતંગોત્સવનું અમદાવાદ, સુરત, સાપુતારા, જામનગર, અમરેલી, દ્વારકા, સહિત રાજ્યમાં ૧૩ સ્થળોએ આયોજન જુદા જુદા સમયે કરાયું છે, રાજ્યમાં હાલ વાઈબ્રન્ટ સમિટના કારણે રાજકોટ સહિતના સ્થળે તારીખો બદલાવાઈ છે.

પતંગો ઉડાડવા માટે દેશમાં બેલ્જિયમ, ઈટાલી, કોરિયા, લિથુઆનિયા, મકાઉ, મલેશિયા, નેધરલેન્ડ, યુક્રેઈન, ફ્રાન્સ વગેરે દેશોમાથી એકસો જેટલા પતંગવીરો રાજ્યમાં આવતા હોય છે તેમ ગુજરાત ટુરીઝમ વિભાગના પઢિયારે જણાવી ઉમેર્યું કે દેશમાં રાજસ્થાન,મૈસુર સહિત સ્થળોએથી ૫૧ કાઈટ ફ્લાયર્સ પણ આવશે.

જ્યારે મનપાના સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યા મૂજબ ગુજરાતમાંથી જુનાગઢ,થાનગઢ, ભૂજ, સુરેન્દ્રનગર અને રાજકોટના પતંગવીરો પણ નવતર પ્રકારની પતંગો સાથે આ ઉત્સવમાં જોડાશે. રાજકોટમાં કાલે પતંગોત્સવના દિવસે જ રાત્રે સાડા આઠ વાગ્યે મનપા દ્વારા રેસકોર્સમાં લોકડાયરાનું પણ આયોજન કરાયું છે.

તા.૧૩મી શુક્રવારે જેતપુર તા.ના ખંભાલીડા શૈલ બૌધ્ધ ગુફા પાસે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પતંગોત્સવ યોજાશે. રાજકોટથી ઘણા વિદેશી પતંગવીરો ત્યાં પણ જશે. જ્યારે તા.૧૫ના સ્થાનિક મનપા-કલેક્ટર કચેરી તંત્રના સહયોગથી દિવ્યાંગો માટે પતંગોત્સવનું રેસકોર્સમાં આયોજન કરાયું છે.

જો કે આ આયોજનમાં હાલ કાતિલ ઠંડીના કારણે આયોજન મોડા થવાની શક્યતા છે પણ સાથે હાલ પવનની ગતિ વધારે રહેતી હોય પતંગો ચગાવવામાં મૂશ્કેલી નહીં પડે તેમ મનાય છે.

Post Comments