Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રતનપર ગામે વાડીના મકાનમાંથી ૩૮ તોલા સોનાની ચોરીમાં પડોશી ઝડપાયો

- બેરોજગાર હોઈ વગર મહેનતે પૈસા મેળવવા ચોરી કરી હોવાની કબૂલાત : મુદ્દામાલ કબજે

પોરબંદર, તા.10 ડિસેમ્બર 2017, મંગળવાર

પોરબંદરના રતનપર ગામે વાડીમાં ખેડૂતના મકાનમાંથી ૩૮ તોલા સોનાના દાગીના સહિતની ચોરી થયાની ફરિયાદ નોંધાતા તપાસ બાદ ખેડૂતના પાડોશમાં જ વાડી ધરાવતા પાડોશી યુવાને ચોરી કર્યાનું ખુલતા તેને ઝડપી મુદામાલ કબજે કરાયો હતો.

રતનપર ગામની ગૌશાળા પાસે વાડીમાં રહેતા રામ વિક્રમ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના સ્વજનના મૃત્યુ અનુસંધાને યોજાયેલી વિધિ માટે ગયા ત્યારે ડેલાની દિવાલ ટપી કાચ તોડી, કબાટમાં ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી સોનાના દાગીનાની તસ્કરો ચોરી ગયા હતાં.

આ બનાવમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલીક તપાસનો હાથધરી હતી. તપાસમાં રામભાઈ રહેતા હતા તેની નજીકની વાડી ધરાવતા વિરમ કરશન ઓડેદરા નામના યુવાને ચોરી કરી હોવાનું પ્રાથમિક તબક્કે જણાતા તેની અટકાયત કરીને પુછપરછ માટે પોલીસ મથકે લવાતા તેણે એવી કબુલાત આપી દીધી હતી કે, દાગીનાની ચોરી તેણે જ કરી છે આથી પોલીસે તેની પાસેથી ૩૮ તોલા સોનાના દાગીના સહિતનો ૩ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા તેણે તમામ મુદ્દામાલ કાઢી આપ્યો હતો જેમાં આ દાગીના ઘરમાં છુપાવવાને બદલે નજીકમાં આવેલ કેનાલ પાસે પથ્થરનો ઢગલો કરીને તેમાં છુપાવી દીધા હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે પથ્થરો કાઢીને દાગીના બહાર કાઢયા હતાં.

પકડાયેલા શખ્સ એવું જણાવ્યું હતું કે, તેની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી અને બેકાર રખડતો હતો તેથી વગર મહેનતે માલામાલ બનવા માટે ચોરી કરી હતી.

Post Comments