Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ જિ.ના દૂધ ઉત્પાદનમાં સવા બે કરોડ લિટરનો ઘટાડો!

-અગાઉ ૧૬ કરોડ સામે હવે ૧૪ કરોડ લિટરનું ઉત્પાદન, જિલ્લામાં કૂલ ૯.૪૦ લાખ ઢોર,જસદણ તા.માં સૌથી વધુ

રાજકોટ, તા.12 ઓકટોબર 2017,ગુરુવાર

શ્વેત ક્રાંતિની વાતોને વ્યવહારમાં લાવવા નક્કર પ્રયાસો નહીં થતા તેનું પરિણામ દૂધ ઉત્પાદનમાં ઘટાડા તરીકે છતું થયું છે. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અપાયેલી માહિતી મૂજબ રાજકોટ જિલ્લામાં દૂધ ઉત્પાદન ગત વર્ષ ૨૦૧૫-૧૬ની સાપેક્ષે ૨૦૧૬-૧૭માં સવા બે કરોડ લિટર ઘટી ગયું છે.

પાંચ વર્ષ દરમિયાન ઈ.સ.૨૦૧૨-૧૩માં ૧૨.૩૬ કરોડ, ૨૦૧૩-૧૪માં ૧૪.૧૩ કરોડ, ૨૦૧૪-૧૫માં વધીને ૧૬.૨૦ કરોડ, ૨૦૧૫-૧૬માં ૧૬.૩૧ કરોડ અને ગત વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૧૪.૦૨ કરોડ લિટર થયું છે.

પશુપાલન વિભાગના સૂત્રો અનુસાર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં દુધાળા પશુઓની સંખ્યા છેલ્લે ઈ.સ.૨૦૧૨માં થયેલી વસ્તી ગણત્રી મૂજબ કૂલ ૯.૪૦ લાખ છે જેમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ૪,૨૭,૦૬૮, ભેંસો ૨,૮૦,૬૦૮, ઘેટાં ૧,૨૨,૯૧૫ અને બકરાં ૧,૦૯,૮૫૩ છે.

સૌથી વધુ પશુઓ જસદણમાં ૨.૫૫ લાખ છે, અને ગાયોની સૌથી વધુ સંખ્યા જસદણમાં ૧,૨૬,૨૮૫ સામે ધોરાજી તાલુકામાં માત્ર ૧૫૦૬૯ છે. રાજકોટ તાલુકામાં ગાયો ૬૫ હજાર છે. ગોંડલમાં પણ ૬૬,૭૩૯ ગાયો છે.

Post Comments