Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં વધુ ૨૮૦૦ કિલો સાથે ૨૦ દિ'માં ૨૯૦૦૦ કિ.કેરીનો નાશ

- હમ નહીં સુધરેંગેઃ 'કેરી ચેકીંગ ટીમ'થી ટેવાઈ જતા વેપારીઓ

- કેરીને ઝેરી બનાવતી ૧૩૦૦૦ પડીકી, ૩૦ કિલો કેલ્શિયમ કાર્બાઈડ જપ્ત

- અગાઉ ચેકીંગના વેપારીઓને બોલાવીને લેવાયા સોગંદનામા

રાજકોટ,બુધવાર તા. 10 મે 2017
રાજકોટમાં આજે સ્વામિનારાયણ ચોકમાં મનપાએ દરોડો પાડીને રસાયણથી પકવાતી ૨૮૦૦ કિલો ઝેરી કેરીનો નાશકર્યો હતો. આ સાથે ૨૦ દિવસમાં કૂલ ૨૨ વેપારીઓ પાસેથી ૨૯,૦૦૦ કિલો ઝેરી કેરી જપ્ત કરીને નાશકરાયો છે અને છતાં આ કૃત્ય ચાલી રહ્યું છે તે દર્શાવે છે કે જનઆરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ પર આ ચેકીંગની બહુ ઓછી અસર થઈ છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર શેરી નં.૯માં ભરત છગનભાઈ ચૌહાણના ''રિધ્ધિસિધ્ધિ'' નામના સ્થળે કેરી સંગ્રહાયેલી હતી જ્યાં ચેકીંગ કરતા કારખાનામાં વપરાતા કેલ્શિયમ કાર્બાઈડથી ઝેરી ધુમાડો અને કૃત્રિમ ગરમી પેદા કરીને કેરી પકવાતી હોવાનું નજરે પડતા ૨૮૦૦ કિલો કેરી જપ્ત કરીને તે સોખડા ડમ્પીંગ યાર્ડમાં ઠાલવી દઈને નાશ કરાયો છે.

રાજકોટમાં ગત તા.૨૦ એપ્રિલથી મનપાના ફૂડ વિભાગ દ્વારા મેંગો માર્કેટથી કેરીનું ચેકીંગ શરુ કરાયું હતું અને આજ સુધીમાં ઉપરોક્ત આશરે ૨૫ લાખની કિંમતની કેરી જપ્ત કરીને નાશ કરાયો હતો તેમજ હવે આ વર્ષે વેપારીઓ કેરીને ઝેરી બનાવતી 'ચાઈનીઝ પડીકી' વાપરતા હોય આવી ૧૩૦૦૦ પડીકી અને ૩૦ કિલોગ્રામ કેલ્શિયમ કાર્બાઈડ આજ સુધીમાં જપ્ત કરાયો છે તેમ મનપાના ફૂડ ચેકીંગ માટેના ડેઝીગ્નેટેડ ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે આ તમામ ૨૨ વેપારીઓ પાસેથી હવે આ રીતે કેરી નહીં પકાવીએ તેવું સોગંદનામુ લેવાયું છે અને હાઈકોર્ટના ડાયરેક્શન પહેલા જે ચેકીંગ કરાયું તે વેપારીઓને પણ બોલાવીને સોગંદનામા લેવાયા હતા.

પરંતુ, મનપાની ટીમ ફૂડ ચેકીંગને બદલે કેરી ચેકીંગ કરતી ટીમ બની ગઈ અને સતત ચેકીંગ જારી રખાયું છતાં વેપારીઓ જનઆરોગ્ય સાથે ચેડાં થાય, મોંઘાભાવે પાકેલી કેરી ખરીદીને આબાલવૃધ્ધને મોં,પેટમાં ચાંદાથી માંડીને કેન્સરનું પણ જોખમ રહે, નિર્દોષ પશુઓના આરોગ્ય સાથે પણ ચેડાં થાય તે જાણવા છતાં ઝેરી રસાયણો વપરાતા રહ્યા છે ત્યારે હવે કડક પગલાની જરૃર છે. આ સાથે જ મનપા કેરી ઉપરાંત અન્ય પેય અને ખાદ્ય પદાર્થોનું પણ ચેકીંગ શરુ કરે તેવી લોકમાંગ છે.
 

Post Comments