Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં રોગચાળો ચિંતાજનક છતાં આરોગ્ય અધિકારીનો અભાવ!

-ચિકનગુનિયાના બે લાખથી વધુ કેસો,મનપાના આરોગ્ય ખાતાના 'સાંધા' પણ જકડાઈ ગયા હોય તેવી નિંભરતા

રાજકોટ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

રાજકોટમાં શિયાળાનો આરંભ થઈ રહ્યો છે છતાં રોગચાળાનો અંત તો આવતો નથી ઉલ્ટુ રોગચાળો ચિંતાજનક રીતે પ્રસરતો જાય છે. આરોગ્ય, ફૂડ, મેલેરિયા વગેરે ખાતાના અધિકારીઓ માત્ર પગાર ખાવા માટે રોકાયેલા હોય તેમ આ કામગીરી હવે કરોડોનો ટેક્સ ચૂકવતા નાગરિકોના શિરે જ આવી ગઈ છે. આ સ્થિતિમાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ૧૫ લાખની વસ્તી ધરાવતા શહેરમાં મનપા પાસે એક સમ ખાવા પૂરતા પણ આરોગ્ય અધિકારી (એમ.ઓ.એચ.) જ નથી!

આ અંગે કમિશનર સહિત અધિકારીઓનો સંપર્ક સાધતા મનપાના ખાતાનું 'હવામાન' માફક નહીં આવતા ડો.વિજય પંડયાએ રાજીનામુ આપી છૂટા થયા પછી મહિનાઓથી આ મૂળભૂત જગ્યા જ ખાલી છે, રાજ્ય સરકાર પાસે અનેકવાર આ જગ્યા ભરવા રજૂઆતો કરાઈ છે પણ જિલ્લા પંચાયત વગેરે સ્થળેથી કોઈને ડેપ્યુટેશન પર મોકલાયા નથી.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો એટલી હદે પ્રસર્યો છે કે ભાગ્યે જ કોઈ ઘર એવું બાકી હોય જ્યાં એમ કહે કે અમને ચિકનગુનિયા નથી થયો. મનપાનું નિંભર તંત્ર આ રોગચાળો કેટલો તીવ્ર છે તેનો સર્વે કરવાની તસ્દી પણ લેતું નથી. એક અંદાજ મૂજબ શહેરમાં ૨ લાખથી વધુ ચિકનગુનિયાની ઝપટે ચડી ગયા છે.

આ રોગમાં સાંધામાં સખત દુખાવો અને તે પણ લાંબો સમય સુધી રહેવો તે લક્ષણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ઘરે ઘરે આ રોગ છતાં નિકમ્મુ તંત્ર લોકોને આ અંગે નિયમિત રીતે સારવારની સમજ આપવામાં પણ નાકામિયાબ રહ્યું છે. આરોગ્યતંત્રને ચિકનગુનિયા લાગુ પડયો હોય અને તંત્રના સાંધા જકડાઈ ગયા હોય તેવી સ્થિતિ છે.

આ રોગમાં દુખાવો દૂર કરવા અતિશય દવા લેવી જોખમી છે ત્યારે આડઅસર વગરની આયુર્વેદિક દવા ઉપયોગી થાય છે પરંતુ, સ્વાઈન ફ્લુ વખતે જેમ વોર્ડવાઈઝ ઉકાળા વિતરણ શરુ કરાયું તેમ આમાં જરૃરી દવાનું વિતરણ શક્ય અને સરળ છતાં કામ નહીં કરવાની કુટેવથી ગ્રસ્ત બન્યા હોય તે રીતે આવા કામમાં અફ્સરો રસ લેતા નથી.

જન આરોગ્ય સાથે સીધું જોડાયેલ ફૂડ ચેકીંગ છેલ્લા દોઢ માસથી બંધ કરી દેવાયું છે, ખુદ ડેપ્યુટી મૅયરે પાણીના પાઉચનું ચેકીંગ કરવા સૂચવ્યું છતાં નમુના લેવાયા નથી. આવી જનહિતની કામગીરી બંધ કરવા ચૂંટણી આચારસંહિતામાં કોઈ નિયમ કે બંધન નથી તે સારી રીતે સમજવા છતાં કમિશનર પણ આ કામગીરી શરુ કરાવી શક્યા નથી કે આરોગ્યતંત્રમાં આંતરિક બદલીઓ પણ કરી શક્યા નથી.

Post Comments