Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જસદણ તાલુકા માટે મહત્વપૂર્ણ રાજકોટ-ભાવનગર હાઈવે બિસ્માર

-રોડ ઉપર મોટી કપચીથી આડેધડ રીપેરીંગ કરાતા વાહનોને નુકસાન અને અકસ્માતનું વધેલું પ્રમાણ

જસદણ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

જસદણ તાલુકા માટે મહત્વનો ગણાતો રાજકોટ ભાવનગર હાઈવે હાલ ગામડાનાં ગાડા માર્ગ કરતા પણ બદતર હાલતમાં ફેલાઈ ગયો છે. ચોમાસાનાં ઉપર જયાં જુએ ત્યાં મોટા ખાડાઓ પડી ગયા છે.

હાલ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૃપિયાનાં ખર્ચે બની રહેલાં ફોર લાઈન રોડમાં ચોમાસાનાં વરસાદ દરમ્યાન મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેમાં આડેધડ પુરાણ કરતા મોટી મોટી કપચીઓ રોડ પર પથરાઈ ગયેલી હાલતમાં છે. જેથી જસદણ, આટકોટ, વિરનગર, હલેન્ડા, સરધાર તેમજ આજુબાજુનાં ગામડાઓમાંથી રાજકોટ નોકરી અર્થે કે ધંધાનાં કામે અનેક લોકો ટુ વ્હીલ પર અપડાઉન કરે છે, પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. મોટર સાયકલ કપચીના કારણે સ્લીપ થાય છે. અને લોકોને નાની મોટી ઈજાઓ થાય છે. કોઈ મોટો ગંભીર અકસ્માત બને અને કોઈનો જીવ જાય તે પહેલા આ રોડનું સમારકામ વ્યવસ્થિત કરવું જરૃરી છે.

આ રોડ પર ખાડા અને કપચી ને કારણે અનેક વાહનોમાં પંચર પડી જવાનાં બનાવો બની રહ્યાં છે. આ રોડ પર બનાવેલા ઘણા પુલ પર સ્લેબની ધાર પણ બ ેથી ચાર ઈંચની હોવાને કારણે અનેક વાહન ચાલકો સ્ટીયરીંગ પરનો કાબુ પણ ગુમાવી બેસે છે. આ રોડ પરતી હાલ ઘણા અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓની અવર જવર હોવા છતાં પણ કોઈ કડક કાર્યવાહી કરવાને બ દલે આંખઆડા કાન કરી રહ્યાં હોવાથી લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.

Post Comments