Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખોડલધામ મહોત્સવમાં જિલ્લા મૂજબ જુદી - જુદી પાર્કિંગ વ્યવસ્થા

- એક હજાર વિઘા જમીન માત્ર પાર્કિંગ માટે

- ડ્રેસકોડ સાથે ૧૨ હજાર સ્વયં સેવકો ખડેપગે રહેશે : કોમ્યુનિકેશન માટે ૨૫ જેટલા વોકીટોકી

રાજકોટ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ખોડલધામ ખાતે પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટનારા લાખો લોકો માટે એક હજાર વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જમીન આસપાસનાં ખેડૂતોએ આપી છે. જિલ્લા વાઈઝ વાહનો પાર્ક કરવામાં આવશે. ડ્રેસ કોડ સાથે ૧૨ હજાર સ્વયં સેવકો ખડેપગે રહેશે. કોમ્યુનિકેશન જાળવવા ૨૫ જેટલા વોકી ટોકી રાખવામાં આવશે.

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પાર્કિંગ સમિતિનાં જીતુભાઈ સિયાણીનાં જણાવ્યા મૂજબ મંદિરની ચારેય દિશામાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દૈનિક બે હજારથી વધુ સ્યવંસેવકો સેવા આપશે. દરેક જિલ્લા માટે અલગ કલર કોડ સાથેનાં ગેઈટ બનાવાયા છે.

જે તે જિલ્લાનાં ભાવિકોએ જે તે જિલ્લાનાં નિયત સ્થળે જ પાર્કિંગ કરવાનું રહેશે. પાર્કિંગમાં પાણી, ટોઈલેટ, લાઈટ તથા સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અશક્ત અને વૃધ્ધો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થામાં રહેનારા તમામ સ્વયંસેવકોને લાકડી ટોપી અને સીટી આપવામાં આવી છે.

હાલમાં પાર્કિંગની જમીન સમથળ કરવાની કામગીરી ચાલુ છે. સંપૂર્ણ કામગીરી ૧૬મી પહેલા પૂર્ણ કરાશે. ૧૭મીએ સવારથી પાર્કિંગ, સમિતિનાં સ્વયં સેવકો વ્યવસ્થામાં ગોઠવાઈ જશે.

ખેડૂતોએ ઊભા પાક સાથે જમીન આપી
કાગવડમાં લેઉવા પટેલ સમાજે ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કર્યું છે અને હવે તેની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે કાગવડમાં ભવ્ય મહોત્સવમાં લાખો લોકો ઉમટી પડશે. આ ભક્તો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવા કાગવડના ૫૦થી વધુ ખેડૂતોએ પોતાની જમીન ઊભા પાક સાથે ટ્રસ્ટને પાર્કિંગ વ્યવસ્થા માટે આપી દીધી છે.

ખોડલધામ પહોંચવાના પાંચ રસ્તા
૧- વીરપુર થઈને કાગવડના પાટીયાથી
૨- પીઠડિયા ટોલ નાકા પહેલાં ગણપતીનાં મંદિરપાસેથી(આ રસ્તો તા.૨૧મી જાન્યુઆરીએ વી.આઈ.પી. માટે )
૩- ગોમટાથી નવાગામ ખંભાલીડા પાસેથી
૪- જેતપુરથી દેરડીવાળો રોડ
૫- સુલતાનપુરના રસ્તે મોણપર થઈને

Post Comments