Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટીમારડ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ

-ભરઉનાળે છવાયો મેઘાવી માહોલ

-એક કલાક મીની વાવાઝોડા જેવો માહોલ, વૃક્ષો તૂટી પડયા, અનેક દુકાનો - મકાનોનાં છાપરા ઉડયા

મોટીમારડ,તા.૧૬ મે 2018, બુધવાર

ધોરાજી તાલુકાનાં મોટીમારડ ગામ અને આસપાસનાં ગ્રામીણ પંથકમાં આજે ભર ઉનાળે મેઘાવી માહોલ છવાયો હતો અને તોફાની પવન સાથે અડધા ઈંચ જેવો કમોસમી વરસાદ તૂટી પડતા જબરૃં આશ્ચર્ય સર્જાયું હતું.

મોટી મારડ પંથકમાં આજે સવારથી અસહ્ય ગરમી અને આકરા તાપ વચ્ચે ઉકળાટ અનુભવાયા  બાદ બપોર પછી  ૪.૩૦ વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં મેઘાવી વાદળો છવાઈ ગયા હતાં અને મીની વાવાઝોડાની જેમ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો.


પરિણામે એકાદ કલાકમાં અડધાથી પોણા ઈંચ જેવું માવઠું વરસી જતાં સર્વત્ર પાણી - પાણી થઈ ગયું હતું. તોફાની પવનનાં કારણે અનેક મકાનો, દુકાનો, ઢોરની ગમાણોનાં છાપરા - પતરા ઉડયા હતાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

Post Comments