Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરેલીમાં પોલીસ નિષ્ક્રીય, ટ્રાફિક સમસ્યા બની શીરદર્દ

-લારી ગલ્લાનાં ખડકલાથી રાહદારીઓને વેઠવી પડતી પારાવાર હેરાનગતિ

અમરેલી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

અમરેલી શહેરમાં ટ્રાફિક પોલીસની બેદરકારીનાં કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ, રેકડીઓ તેમજ ઓટોરીક્ષાનાં જમેલાનાં કારણે રાહદારીઓને પસાર થવું શિરદર્દ સમાન બન્યું છે.

અમરેલી શહેરમાં એક સમયે પોલીસ અધિકારીની કડકાઈથી રાજમાર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી થઈ ગઈ હતી. પરંતુ આજે શહેરની શાકમાર્કેટ સામે અડધા કિલોમીટરમાં જાહેર રોડ ઉપર રેંકડીઓનાં જમેલાનાં કારણે પસાર થવું મુશ્કેલ બનેલું છે. શહેરમાં દરેક પોઈન્ટ ઉપર બે - બે ટ્રાફિક જવાનો ફરજ ઉપર હોય છે. પરંતુ આ જવાનો ટ્રાફિક હળવો કરવાનાં બદલે બાઈક ઉપર બેસીને કે ઉભા ઉભા ટ્રાફિકમાં અટવાતાં રાહદારીઓને નિહાળતા રહે છે. ટ્રાફિક પોલીસ ખુદ મૂક પ્રેક્ષક બની તમાશો નિહાળે છે. જાહેર રોડ ઉપર રેંકડીઓની કતારો હટાવવાં પોલીસ લાજ કાઢી રહી છે.

આવી જ સ્થિતિ  નાગનાથ મંદિર પાસેનાં નાના બસ સ્ટેશન અને નાના ભુલકાઓ જયાં આવે છે તે રૃક્ષ્મણીબેન બાલમંદિર પાસેની છે. ઓટોરીક્ષા સ્ટેન્ડ હોવા છતાં પણ ટ્રાફિક જવાનોની નજર સામે જ ઓટોરીક્ષાની કતારો લાગે છે તેમ છતાં હટાવવામાં આવતાં નથી.

Post Comments