Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SC/ ST કે OBC નું જાતિ અંગેનું દીવનું પ્રમાણપત્ર અન્ય રાજ્યોમાં સ્વીકારાતું નથી

- જિ.પં.નાં સભ્ય દ્વારા પ્રશાસકને રજૂઆત

દીવ, તા. ૧૦ બુધવાર, મે 2017
દીવના એસસી- એસટી કે ઓબીસી જાતિનું પ્રમાણપત્ર ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યો દ્વારા સ્વીકારવામાં નહીં આવતું હોવાથી આ બાબતે યોગ્ય કરવા જિ.પં.ના સભ્યએ પ્રશાસકને રજૂઆત કરી છે.

દીવના એસસી, એસટી કે ઓબીસી વિદ્યાર્થી કે નોકરી ઇચ્છુક અરજદાર હોય તેને ફરજીયાત જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવા માટે કે નોકરી માટે ફરજ પાડવામાં આવે છે અને દીવની જાતિનું પ્રમાણપત્ર સ્વીકારવામાં આવતા નથી. અરજી કે ફોર્મ જે તે રાજયનું જ સ્વીકારવામાં આવે છે અને ના પાડી જનરલ કેટેગરીમાં સમાવેશ કરે છે.

દીવ કે દમણના વિદ્યાર્થીઓ હોય કે નોકરી ઇચ્છુક ઉમેદવાર હોય તેને દરેક રાજયોમાં એસસી, એસટી કે ઓબીસી કોટામાં નોકરી કે પ્રવેશ મળવો જોઇએ તેવી માંગ કરી અને સાથે પ્રશાસક ને વધુમાં જણાવ્યું કે, દીવ - દમણનું જાતિ પ્રમાણપત્ર કોઇ રાજય ન સ્વીકારે તો દમણ - દીવમાં પણ કોઇપણ રાજયનું જાતિ પ્રમાણપત્ર સ્વીકારવાની ના પાડી દેવામાં આવે અને માત્ર એસસી- એસટી કે ઓબીસી નો હક દીવ - દમણની જ જનતાને આપવો જોઇએ. જેવી એસસી, એસટી અને ઓબીસીના હિત માટે દમણ - દીવ - દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ પાસે માંગ કરી છે.

Keywords OBC,race,certificate,

Post Comments