Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેશનિંગનાં ચોખામાંથી નિકળ્યો મરેલો ઉંદર, કલે. કચેરીમાં કોંગ્રેસની તડાપીટ

- મૃત મૂષક સાથેનાં ચોખાનો કલેકટરનાં ટેબલ ઉપર કર્યો ઢગલો

- સસ્તા અનાજની દુકાને તાબડતોબ અટકાવાતુ વિતરણ

જો કે, તંત્રની તપાસમાં ચોખા - ઘઉંનાં એક પણ કટ્ટામાંથી ન્હોતી આવતી બદબૂ
ચોખાનો જથ્થો લઈ ગયાનાં એક કલાક બાદ રેશનકાર્ડ ધારક પરત આવ્યા અને દુકાનદારને ફરિયાદ કરી કે, મરેલો ઉંદર નિકળ્યો છે

રાજકોટ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

રાજકોટમાં નવયુગપરા  શેરી નં.૭માં આવેલી ખોડાભાઈ હાજાભાઈ સાગઠિયાની સસ્તા અનાજની દુકાનમાંથી એક મહિલા રેશનકાર્ડ ધારક રેશનિંગનાં ચોખા લેતા તેમાંથી મરેલો ઉંદર નિકળતા આ મુદ્દે કોંગ્રેસે કલેકટર કચેરીમાં હંગામો મચાવ્યો હતો. મરેલા ઉંદર સાથેનાં ચોખાનો કલેકટરનાં ટેબલ ઉપર ઢગલો કરી દેતા કલેકટર અને કોંગી આગેવાનો વચ્ચે શાબ્દીક ટપાટપી બોલી ગઈ હતી.

બાદમાં તંત્રએ તાબડતોબ સંબંધિત સસ્તા અનાજની દુકાનેથી થતું અનાજનું વિતરણ અટકાવી દઈ ખૂદ પુરવઠા અધિકારીએ તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે, દુકાનમાં પડેલા ૫૪ જેટલા અનાજનાં કટ્ટા ચેક કરાયા હતાં. એક પણમાંથી બદબૂ આવતી નથી. તેમ જ તંત્ર સમક્ષ એક પણ ગ્રાહકે  ફરિયાદ કરી નથી. આમ છતાં સતર્કતા દાખવવા દુકાનદારને સૂચના અપાઈ છે.

કોંગ્રેસનાં અગ્રણી જશવંતસિંહ ભટ્ટીનાં જણાવ્યા મૂજબ તેની ઓફિસે એક મહિલા રેશનકાર્ડ ધારકનો ફોન આવ્યો હતો કે, ચોખામાંથી મરેલો ઉંદર નિકળ્યો છે. આ અંગે દુકાનદારને ફરિયાદ કરતા તેઓ કહે છે કે, અમને તો ઉપરથી જેવું અનાજ અપાયું હોય તેવું આપીએ. અગાઉ ધનેડાવાળુ અનાજ આવ્યું હતું.

આથી, કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો મૃત ઉંદર સાથેનો ચોખાનો જથ્થો લઈ કલેકટર કચેરીએ ધસી ગયા હતાં. જ્યાં કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી મૃત ઉંદર સાથેનાં ચોખાનો કલેકટરનાં ટેબલ ઉપરથી ઢગલો કરી દીધો હતો. જેના પગલે કોંગ્રેસનાં કાર્યકરો અને કલેકટર વચ્ચે શાબ્દીક ટપાટપી થઈ ગઈ હતી. જો કે,  બાદમાં કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરોને કલેકટર ચેમ્બરમાંથી બહાર કઢાયા હતાં.

આ મુદ્દે પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદને પગલે સસ્તા અનાજની તે દુકાનેથી થતું વિતરણ અટકાવી દઈ જાતે સ્થળે જઈ તપાસ કરી ઘઉં -ચોખાનાં ૫૪ કટ્ટા ચેક કરતા એક પણ કટ્ટામાંથી બદબૂ આવતી હોવાનું જણાયું ન્હોતું. જયારે ફરિયાદ થઈ ત્યારે ચોખાનાં એ કટ્ટામાંથી ૨૫  રેશનકાર્ડ ધારકોને ચોખા અપાયા હતાં. અને તપાસ કરવા પહોંચ્યા ત્યારે એ કટ્ટામાંથી મોટા ભાગે ચોખાનું વિતરણ થઈ ગયું હતું. પરંતુ એક પણ ગ્રાહકે એટલે કે, રેશનકાર્ડ ધારકે ચોખામાંથી ઉંદર નિકળવાની કે, બદબૂ આવવાની ફરિયાદ નથી કરી, એટલું જ નહીં રેશનકાર્ડ ધારકોએ માલ યોગ્ય મળતો હોવાનું જણાવાયું હતું.

આ બાબતે સસ્તા અનાજનાં દુકાનદાર ખોડાભાઈ સાગઠિયાનાં પુત્ર રમેશભાઈ કે જેઓ ઘટના બની ત્યારે હાજર હતા તેમનું નિવેદન લેવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, બીપીએલ એનએફએસએ કેટેગરીનું રેશનકાર્ડ ધરાવતા માવજીભાઈ સુરાભાઈ ચાવડાને દુકાનેથી ૧૭ કિલો ૫૦૦ ગ્રામ ઘઉં, ૭.૫ કિ.ગ્રા, ચોખા તથા ૧ કિલો ૭૫૦ ગ્રામ ખાંડનું વિતરણ કરાયું હતું. રેશનકાર્ડ ધારકોનો પુત્ર આ જથ્થો લઈ ગયા બાદ એક કલાક પછી તે તેમની માતા સાથે ૧૨ વાગ્યે પરત આવ્યો હતો અને રજૂઆત કરી હતી કે, અહીંથી આપવામાં આવેલા ચોખામાં મરેલો ઉંદર નિકળ્યો છે.

દરમ્યાન, કોંગ્રેસનાં અગ્રણી જશવંતસિંહ ભટ્ટીને પૂછતા તેમણે રેશનકાર્ડ ધારકનું નામ યાદ ન  હોવાનું જણાવ્યું હતું. પરંતુ જે ઘટના બની તે સાચી હોવાનું કહ્યું હતું. જયારે પુરવઠા તંત્ર આવી શકયતાનો પણ ઈન્કાર કરી રહ્યું છે. એટલું જ નહીં સસ્તા અનાજની સંબંધિત દુકાનની કન્ડીશન પણ સારી હોઈ ઉંદર પ્રવેશી શકે તેવી શકયતા નહીંવત  હોવાનું જણાવ્યું હતું.  આમ છતાં દુકાનધારકે અને પુરવઠાના ગોડાઉન ખાતે તકેદારી રાખવાની સુચના અપાઈ છે.

Post Comments