Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગિરનાર પર્વત ઉપર મેઘરાજાનો જલાભિષેક, ત્રણ ઈંચ વરસાદ

-જંગલમાં પ્રાણીઓના પીવાના પાણીનો પ્રશ્ન હલ

-જંગલ તથા પર્વત વિસ્તારમાં વરસાદ પડતા સોનરખ નદીમાં આવ્યું પાણી, નદી, નાળા, ઝરણા થયા વહેતા

જૂનાગઢ, તા.11 જુલાઇ 2018,બુધવાર

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે મેઘરાજાએ જલાભિષેક કર્યો હતો અને બપોરે બે કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો હતો. પર્વત તથા જંગલ વિસ્તારમાં પડેલા વરસાદથી સોનરખ નદીમાં પાણી આવ્યું હતું અને નદી- નાળા- ઝરણા વહેવા લાગ્યા હતા.


બે દિવસ પહેલા જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ થયો ત્યારે ગિરનાર પર્વત તથા જંગલ વિસ્તારમાં બેથી અઢી ઈંચ વરસાદ થયો હતો. આજે બપોરે મેઘાડંબર બાદ વરસાદ શરૃ થયો હતો અને મેઘરાજાએ ગિરનાર પર્વત પર જલાભિષેક કર્યો હોય તેમ ત્રણ ઈંચથી વધુ પાણી વરસાવ્યું હતું. ગિરનાર પર્વત તથા જંગલ ક્ષેત્રમાં આજે થયેલા વરસાદથી સોનરખ નદીમાં પ્રથમ વખત પાણી આવ્યું હતું અને પાજનાકા પુલ નજીક ધોધ વહેવા લાગ્યો હતો. જ્યારે દામોદર કુંડમાં પણ વરસાદી પાણીની આવક થઈ હતી.


આજે થયેલા વરસાદ બાદ પર્વત તથા જંગલમાંથી નદી- નાળાઓ ઝરણાઓ વહેવા લાગ્યા હતા અને વરસાદ બાદ ભવનાથ ક્ષેત્રમાં મનોરમ્ય માહોલ છવાયો હતો. આ ઉપરાંત આ વરસાદના લીધે ગિરનાર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થયો હતો.

Post Comments