Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મગફળીની ખરીદીના ગત વર્ષનાં ગુજકોટે નથી ચુકવ્યા મજૂરીના પૈસા

-એગ્રીમેન્ટની શરતો દર્શાવ્યા વિના સહી કરાવી લેવાની નીતિ સામે રોષ

રાજકોટ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળે તે માટે લાભપાંચમથી સરકાર સહકારી સંસ્થાઓ મારફતે ટેકાના ભાવે મગફલી ખરીદી રહી હોવાનું જાહેર થયા બાદ આજ સુધી જે સહકારી સંસ્થાઓ મારફતે મગફળી અને તુવેરની ખરીદી કરવાની થાય છે તેમની સાથે કોઈ પ્રકારના એગ્રીમેન્ટ થયા નહી હોવાનું અને ગુજકોટે ગત વર્ષની ખરીદી બદલ સહકારી સંસ્થાઓને મજુરી કે પરીવહનના પૈસા પણ પુરા નહી ચુકવ્યા હોવાનું બહાર આવ્યું છે.

વિદ્યાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોનાં મત મેળવવાની લાલચમાં સરકારે ગુજકોટ મારફતે રૃા ૯૦૦ના ભાવે મગફળી ખરીદવાનું જાહેર કર્યું છે તેની સામેના જોખમો આજે સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ જાહેર કરી જણાવ્યું હતું કે ગત વર્ષે જુદા જુદા ખરીદ વેચાણ સંઘ મારફતે ગુજકોટે મગફળી અને તુવેરની ખરીદી કરી હતી હજુ તેના મજુરી કે ટ્રાન્સપોર્ટેશનના પુરા પૈસા નથી મળ્યા. તાજેતરમાં ગુજકોટ દ્વારા લાભપાંચમથી નથી ખરીદી માટે જે એગ્રીમેન્ટની કોપી મોકલવામાં આવી છે. તેમા ંપણ પહેલું પાનુ અને ૧૬મુ પાનુ મોકલાયુ છે.

વચ્ચેના પાનાની શરતો વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી આ મુદ્દે ગયા અઠવાડિયે ગુજકોટને જાણ કરી હોવા છતાં હજુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી ઓનલાઈન પેમેન્ટ માટે સોફટવેર આપવાના પણ ઠેકાણા નથી. હવે દિવાળીની રજાઓ આવી જશે તેથી લાભપાંચમથી ખરીદી શરૃ થશે કે કેમ! તે સવાલ છે. સહકારી સંસ્થાઓને ગુજકોટ સાથેના આર્થિક વ્યવહારમાં વિશ્વાસ નહી હોવાનું જણાવી સહકારી સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ સંસ્થા માત્ર રાજકીય હિત જાળવવા ઉભી કરવામાં આવી હોય તેવો અનુભવ તેનો રહ્યો છે.

ગુજકોમાસોલ દ્વારા ખાતર વિતરણનું કામ થતુ હોવાથી તેની સાથે આર્થિક વ્યવહારો જોખમી નથી લાગતા. જયારે ગુજકોટનાં કર્મચારીઓની તમામ કામગીરી બેજવાબદારીથી ભરેલી હોવાથી જોખમી લાગે છે.તેમ જણાવી સહકારી સંસ્થાઓએ ગત વર્ષના મજુરી પરિવહનના બાકી પૈસા આપવાની માગણી દોહરાવી હતી.

Post Comments