Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીમંતના પ્રસંગમાં જવાની ના પાડતા કિશોરની આત્મહત્યા

-રાજકોટમાં પારેવાડા ગામે પરિવારના સભ્યોએ

-કુવાડવામાં ઝેર પી લેનાર યુવાન, મણીનગરમાં અગ્નિસ્નાન કરનાર યુવતી અને નવાગામમાં ફિનાઈલ પી લેનાર પ્રૌઢ

રાજકોટ, તા.૧૬ મે 2018, બુધવાર

રાજકોટ નજીક પારેવાડા ગામે રહેતા ૧૫ વર્ષના કિશોરે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે. સંબંધીના ઘરે સીમંતના પ્રસંગમાં જવાની પરિવારના સભ્યોએ ના પાડતા લાગી આવતા આ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પારેવાડા ગામે રહેતા વિશાલ મનસુખભાઈ કોળી (૧૫)એ ગઈ તા. ૧૩ના ઝેરી દવા પી લેતા કુવાડવા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. કુવાડવા પોલીસે જણાવ્યું કે કિશોર અભ્યાસ કરતો હતો. તે એક બહેન અને એક ભાઈમાં નાનો હતો. પિતા મજુરી કામ કરે છે. ગઈ તા. ૧૩ના રાજકોટમાં તેના સંબંધીના ઘરે સીમંતનો પ્રસંગ હોય પરિવારનાં સભ્યોએ ત્યાં જવાની ના પાડતા લાગી આવતા આ પગલું ભરી લીધું હતું.


બીજા બનાવમાં રાજકોટ નજીક કુવાડવા ગામે રહેતા કુમાર અરજણભાઈ ગોહેલ નામના ૧૮ વર્ષના યુવાને આજે બપોરે ઘરે ઝેરી દવા પી લેતા ઝેરી અસર થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કુવાડવા પોલીસે જણાવ્યું કે મૃતક ચાર બહેનનો એકલૌતો ભાઈ અને સૌથી નાનો હતો પિતા મજુરી કામ કરે છે. હાલ આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ જારી રખાઈ છે.

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ પર મણીનગરમાં રહેતા અનસુયાબેન મુખીયાભાઈએ ગઈ તા. ૮ના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. ભક્તિનગર પોલીસે જરૃરી કાગળો કરી વધુ તપાસ જારી રાખી હતી.


ચોથા બનાવમાં કુવાડવા રોડ પર નવાગામના ઢોળા પાસે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સાપરીયા (૫૫)એ ગઈકાલે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. કુવાડવા પોલીસે જરૃરી કાગળો કરી વધુ પાસ જારી રાખી છે.

Post Comments