Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરનાં એડવોકેટની હત્યાનાં આરોપી જયેશ પટેલનું પોતે નિર્દોષ હોવાનું રટણ

-એક મહિલા સાથેના સંબંધમાં હત્યા થઇ હોવાનો આક્ષેપ

-ભાડૂતી હત્યારાઓ રાજકોટની હોટેલમાં ૪ દિવસ રોકાયા હતા

જામનગર,તા. ૧૬ મે 2018, બુધવાર

જામનગરના એડવોકેટ કીરીટ જોષીની સરાજાહેર હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં જેનું મુખ્ય સુત્રધાર તરીકે નામ ખુલ્યું છે એ કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલે વિદેશ ભાગી ગયો છે. આજે તેણે વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તે  જણાવી રહ્યો છે કે પોતે આ સમગ્ર પ્રકરણમાં નિર્દોષ છે તેને કોઈ ભાડુતી માણસો મારફતે હત્યા કરાવી નથી. પોતાની પાસે જરૃરી પુરાવા  પણ છે. તે જરૃર પડયે ત્યારે ચોક્કસ રજુ કરીશ.

પોલીસ મને ખોટી રીતે આ પ્રકરણમાં સંડોવી રહી છે. એડવોકેટ કીરીટ જોશી કે જેને મેહુલનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે સંબંધ હોવા અંગેનો આક્ષેપ કર્યો છે અને આવા સંબંધોના કારણે તેની હત્યા નિપજી છે અને મારૃ ખોટી રીતે નામ લેવામાં આવી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતા એડવોકેટની હત્યા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ પણ આ સમગ્ર પ્રકરણમાં ઉંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે.

જામનગરના એડવોકેટ કીરીટ જોષીની હત્યા કરવા માટે કુખ્યાત ભુમાફિયા જયેશ મુળજી રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે ૫૦ લાખ રૃપિયાની સોપારી આપ્યા પછી હત્યાની સોપારી લેનારા બે મુખ્ય સુત્રધારો મુંબઈના સાયમન લુઈસ દેવીનંદન (ઉ.વ.૪૨) અને અજય મોહન પ્રકાશ મહેતાએ સૌ પ્રથમ જયેશના અન્ય મળતીયા મારફતે અઢી લાખ રૃપિયા મેળવ્યા હતાં અને ભાડુતી હત્યારાઓ મેળવવાનું શરૃ કર્યું હતંત જેમાં તેઓએ જુદી - જુદી ત્રણ પાર્ટી સાથે વાટાઘાટો કરી હોવાનું કબુલ કર્યું હતું.


જયેશ પટેલના મુંબઈ સ્થિત ડ્રાઈવર આલ્ફ્રેડના મિત્ર એવા સાયમને ગત ૨૩મી તારીખે જામનગરના એડવોકેટને મારી નાખવા માટેની સોપારી લીધી હતી અને અજય મહેતાને કામ સોપ્યું હતું ૨૩મી તારીખે જયેશ પટેલ દુબઈ તરફ ચાલ્યો ગયો હતો ત્યારે વોટસએપ કોલીંગ મારફતે તેણે વાતચીત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જે પછી તેઓ ૨૪ તારીખે મુંબઈથી રાજકોટ સુધી આવ્યા હતા અને રાજકોટમાં આવેલી સમ્રાટ હોટલમાં ઉતર્યા હતાં જયાં ચાર દિવસના ધામા નાખ્યા હતાં એડવોકેટ કીરીટ જોશીની શનિવાર તા.૨૮ એપ્રિલની રાત્રે  હત્યા નિપજાવાઈ હતી તે દિવસે બપોરે હોટલમાં ચેક-આઉટ કરી દીધું હતું. અને પરત મહારાષ્ટ્ર તરફ ભાગી છુટયા હોવાનું જણાવ્યું હતું.


જામનગરમાં હત્યા કરવા માટે જે બે આરોપીઓ આવ્યા હતા તે રાજકોટમાં રહીને જામનગરમાં બેથી ત્રણ વખત રેકી કરી પરત રાજકોટ તરફ ચાલ્યા જતા હોવાનું કબુલ્યું છે સાથે પણ વોટસએપ કોલીંગથી જ વાતચીત કરતા હોવાનું જણાવ્યુંહતું જો કે તે વાત પોલીસને ગળે ઉતરતી નથી જામનગર આવેલા બે ભાડુતી માણસોએ એડવોકેટની ઓળખ માટે ફોટોગ્રાફસ માંગ્યો હતો પરંતુ તેઓએ ફોટો આપવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ તે માટે જામનગરમાં ટાઉન હોલ પાસે પહોંચી જવા તેમજ બાઈક અને હથિયારની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું જે સમગ્ર વ્યવસ્થા અજય મહેતા દ્વારા કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


ઉપરાંત ભાડુતી હત્યારાઓને જામનગર પહોંચી ગયા પછી જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં અન્ય એક વ્યક્તિ અગાઉથી જ તૈયાર ઉભી છે જે તેમને ચોક્કસ માહિતી આપશે અને એડવોકેટની ઓળખ અને તેની ઓફીસ ઘર વગેરેનું લોકેશન દર્શાવશે.

જે વ્યક્તિ કોણ હતી અને કોણે સમગ્ર હત્યા પ્રકરણની ઘટનાને અંજામ આપવામાં મદદ કરી છે તે સમગ્ર હકિકતો સામે લાવવા માટે જામનગરના ખુદ જિલ્લા પોલીસ વડા  પ્રદીપ સેજુળ સક્રીય બન્યા છે અને સમગ્ર હત્યા પ્રકરણની કડીઓ મેળવવા માટે એલસીબીની ટીમને સાથે રાખીને બારીકાઈથી અને ઉંડાણ પુર્વકની તપાસ કરી રહ્યાં છે.

Post Comments