Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં યુવાને ઝેર પીધા બાદ ૫ વ્યાજખોરોની ધરપકડ

-૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલતા હતા

-રૃા. ૪ લાખનાં રૃા. ૧૦ લાખ ચૂકવી દીધા છતાં રૃા. ૧૨ લાખની માંગણી કરી ધાકધમકી

જામનગર,તા.૧૩ જુન 2018,બુધવાર

જામનગરમાં મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા અને ગેસ એજન્સી ચલાવતા   યુવાને કેટલાક વ્યાજ ખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી તેણે લખેલી ચીઠ્ઠીના આધારે પોલીસે છ જેટલા વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ તેમજ એસ્ટ્રોસીટી એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો.

જે પ્રકરણમાં પોલીસે પાંચ શખ્સોને ધરપકડ કરી લીધી છે. જેઓ ભોેગ બનનાર યુવાન પાસે ૩૦ ટકા જેવું રાક્ષસી વ્યાજ વસુલતા હતા. ચાર લાખના દસ લાખ ચુકવી દીધા છતાં વધુ બાર લાખની માંગણી કરતાં યુવાને વિષપાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.


જામનગરમાં મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા અને ઘણશેરીની ખાડમાં શક્તિ ગેસ એજન્સી ચલાવતા નિતેશ દેવજીભાઈ પરમાર નામના ૨૪ વર્ષના વણકર યુવાને કેટલાક વ્યાજખોરના ત્રાસના કારણે ગત સપ્તાહે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી જેમાં કેટલાક શખ્સોના નામ લખ્યા હતા.

જેઓ ૩૦ ટકા જેવું રાક્ષસી વ્યાજ વસુલી ત્રાસ આપતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવા માટેનું પગલું ભરી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જે ચીઠ્ઠી પોલીસે કબજે કરી લઈ જામનગરના છ જેટલા વ્યાજ ખોરો સામે મનીલેન્ડ એકટ તેમજ એસ્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.


જે ફરિયાદના અનુસંધાને પોલીસે જામનગરના જ ત્રણ ખવાસ બંધુએ રાકેશ મગનભાઈ પરમાર, મહેશ ઉર્ફે અમીત મગનભાઈ પરમાર અને કરશન મગનભાઈ પરમાર તેમજ તેના બે સાગરીતો હીરેન દિનેશભાઈ વાણંદ અને ભરત ઉર્ફે કારી દિપકભાઈ  રાવળદેવની ધરપકડ કરી લીધી છે. જ્યારે કે.પી.શાહ હાઉસમાં ઓફીસ ધરાવતા ઝાલાભાઈ નામના અન્ય એક ફાઈનાન્સરની પોલીસ શોધી રહી છે.

ઉપરોક્ત ત્રણેય બંધુઓએ આજથી ત્રણ વર્ષ પહેલા ભોગ બનનાર યુવાન નિતેશને ચાર લાખ રૃપિયા વ્યાજે આપ્યા હતા. નિતેશના પિતાને બાયપાસ સર્જરી કરાવાની હોવાથી ચાર લાખની રકમ વ્યાજે લીધી હતી. જેનું ઉપરોક્ત આરોપીઓ ૩૦ ટકા લેખે વ્યાજ વસુલતા હતા.


ભોગ બનનાર યુવાને ચાર લાખના બદલામાં સૌ પ્રથમ ત્રણ લાખ સાંઈઠ હજાર ચૂકવી દીધા હતા અને ત્યાર પછી સમાધાનના ભાગ રૃપે સાત લાખ રૃપિયા ચુકવી આપી હીસાબ પૂર્ણ કર્યો હતો. તેમ છતાં વ્યાજખોરે દ્વારા હજુ બાર લાખ રૃપિયાની માંગણી કરાતી હતી. એટલે કે ચાર લાખના બદલામાં ૨૨ લાખ રૃપિયા જેવી રકમ ચુકવવી પડે તેમ હોવાથી આત્મહત્યા કરી લેવા માટે ઝેરી દવાનો આશરો લીધો હોવાનો જાહેર થયું છે.

આ ઉપરાંત ઝાલાભાઈ નામની વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલા એક લાખ પંદર હજાર વ્યાજે આપેલ હતા. જેનું દર મહિને પાંચ હજાર રૃપિયા વ્યાજ ચૂકવવાનું થતું હતું. જેની અત્યાર સુધીમાં એક લાખ એસી હજાર જેટલી રકમ ચુકવી દીધી હોવા છતાં મૂળ રકમ અને વધુ વ્યાજની માંગણી કરાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેને પોલીસ શોધી રહી છે. ભોગ બનનાર યુવાનની તબીયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

Post Comments