Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં ૯ વર્ષની બાળકીનું રહસ્યમય મોતઃ હત્યાની આશંકા

-મૃતકના સાવકા ભાઈ સહિત પરિવારજનો તરફ શંકાની સોય

જામનગર, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૯ વર્ષની બાળકીને શરીરના વિવિધ ભાગે ઈજા થયેલી હાલતમાં સારવાર અર્થે ખસેડાતા તેણીનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. શરીર ઉપર ઈજાના નિશાન હોઈ બાળકીની હત્યાની શંકા સેવાઈ રહી છે.

બાળકીને સારવાર માટે હોસ્પિટલે લાવનારા ૧૬ વર્ષીય સાવકાભાઈ સહિતના પરિવારજનો સામે શંકાની સોય તાકી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે તથા પીએમ રીપોર્ટમાં બાળકી ઉપર દુષ્કર્મ થયાનું ખુલતા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ઈસુબેન ચેતનભાઈ કલ્યાણી (ઉ.વ. ૯)ને શરીરના ભાગે ઠેર ઠેર ઈજા પામેલી હાલતમાં તેનો ૧૬ વર્ષીય સાવકો ભાઈ તથા અન્ય એક કુટુંબી સવારે ૭ વાગ્યે જીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાવી આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.

પોલીસે બાળકીના મૃતદેહનું નિરીક્ષણ કરતા તેણીના શરીર ઉપર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. તેથી તેના ૧૬ વર્ષીય સાવકાભાઈની પુછપરથ કરતા તેણે જણાવ્યું હતું કે ઈશુ તા. ૧૬ જાન્યુ.ના પડી ગઈ હોઈ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી અને પ્લાસ્ટર લગાવ્યું હતું.

ત્યારબાદ તેણીને ઘરે લઈ જવાઈ હતી. ફરી તકલીફ થતા ૨૬ જાન્યુ.ના દિવસે ફરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને પ્લાસ્ટર લગાવાયું હતું અને આજે વહેલી સવારે તબીયત લથડતા જીજી હોસ્પિટલે લઈ આવ્યા હતા પરંતુ તેણીનું મૃત્યુ થયાનું તબીબે જાહેર કર્યું હતું.

૧૬ વર્ષીય તરૃણનું નિવેદન પોલીસને ગળે ન ઉતરતા બાળકીની હત્યા કરાઈ હોવાની આશંકાએ સીટીસી ડિવિઝન પોલીસને જાણ કરાતા જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે મૃતકના સાવકાભાઈનું વિશેષ નિવેદન નોંધતા એવું જાણવા મળ્યું હતું કે તેના પિતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીએ પ્રથમ લગ્ન પૂજાબેન સાથે કર્યા હતા. તેના થકી ૧૬ વર્ષનો પુત્ર તથા નેહલ નામની એક પુત્રી પણ છે.

ત્યાર પછી પૂજાબેનનું મૃત્યુ થતા ચેતનભાઈએ કર્ણાટકની રેખાબેન ઉર્ફે શહેનાઝબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. તે લગ્ન થકી તેમને બે પુત્રીઓનો જન્મ થયો તે પૈકી મોટી પુત્રી ઈશુ તથા નાની પુત્રીનું નામ કીંજલ છે.

રેખાબેનને પતિ ચેતનભાઈ સાથે બોલાચાલી થયા બાદ તેણી બન્ને પુત્રીઓ ઈશુ અને કિંજલને મુકી પોતે કર્ણાટક ચાલી જતા ચેતનભાઈ નાની પુત્રી કિંજલને લઈ કર્ણાટક ખાતે તેણીને શોધવા ગયા હતા.

ચેતનભાઈએ જામનગરની અદાલતમાં પોતાની પત્નીનો સર્ચ વોરંટથી કબ્જો મેળવવા માગણી કરી હોઈ અદાલતે પોલીસને તપાસ કરવાનો અને પત્નીને શોધી લાવી અદાલતમાં હાજર થવાનો હુકમ કર્યો હોઈ સીટીસી ડિવિઝનની પોલીસ ટુકડી પણ રેખાબેનને શોધવા કર્ણાટક રવાના થઈ છે.

દરમિયાન પાછળથી બાળકીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું હતું. મૃતકનો સાવકો ભાઈ પોલીસ સમક્ષ વારંવાર નિવેદન ફેરવતો હોઈ અને શંકા ઉપજાવે તેવું વર્તન કરતો હોઈ પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ છે તથા બાળકી પ્રથમ વખત ઈજાગ્રસ્ત બની ત્યારે જામનગરમાં તેના પિતા હાજર હતા તેથી પોલીસ દ્વારા તે સમયે બાળકી કઈ રીતે ઈજાગ્રસ્ત થઈ તે જાણવા પુછપરછ હાથ ધરાઈ છે.

હાલમાં પોલીસે માસુમ બાળકીને બેરહેમીપુર્વક માર મારી હત્યા નિપજાવવાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે તથા આ ગુન્હામાં તેનો સાવકો ભાઈ તથા પિતા તરફ શંકાની સોય તાકી પુછપરછ હાથ ધરી છે.

પી.એમ. રીપોર્ટમાં બાળકી ઉપર દુષ્કર્મ થયાનું ખુલ્યું

મૃતક બાળકી ઈશુબેન કલ્યાણીના શરીર ઉપર ઠેર ઠેર ઈજાના નિશાન હોઈ તથા ગુપ્ત ભાગેથી બ્લીડીંગ પણ થતું હોવાનું જણાતા મૃતદેહનું પી.એમ. કરાવાતા પી.એમ. રીપોર્ટમાં બાળકી ઉપર એકથી વધુ વખત દુષ્કર્મ થયાનું પણ ખુલ્યું છે. તેથી પોલીસે તે અંગે પણ મૃતકના સાવકાભાઈની પુછપરછ હાથ ધરી છે.

Post Comments