Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેમલગ્ન કરનારા યુવાન ઉપર સસરા દ્વારા લોખંડના પાઈપથી હુમલો

-જામનગરની ન્યુ સર્વોદય સોસાયટીનો બનાવ

-અગાઉ ધાકધમકી આપતા પોલીસમાં અરજી કરી હતી તેનું મનદુઃખ રાખી માથામાં પાઈપ ઝીંકી દીધો

જામનગર,  તા.૧૨ જુન 2018, મંગળવાર

જામનગરમાં ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં. ૩માં રહેતા એક યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડયા છે. પ્રેમીકાના પિતા દ્વારા લોખંડના પાઈપ વડે હુમલો કરાતા માથામાં ત્રણ ટાંકા લેવા પડયા છે. આ બનાવની પોલીસ ફરીયાદ કરાઈ છે.


જામનગરમાં ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર કિશોરભાઈ મુદડીયા નામના ૨૩ વર્ષના યુવાને વૈશાલીનગર શેરી નં. ૪માં રહેતા દિનેશ અજાભાઈ ચૌહાણની પુત્રી સાથે આજથી ૪ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા જે પત્નીના પિતા દિનેશ ચૌહાણને પસંદ નહીં પડતા ધાકધમકી આપી હોવાથી દેવેન્દ્ર મુદડીયા દ્વારા સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી.


જેનું મનદુઃખ રાખીને ગઈકાલે પ્રેમીકાના પિતા દિનેશ ચૌહાણે આવીને લોખંડના પાઈપ વડે દેવેન્દ્ર ઉપર હુમલો કરી દીધો હતો. જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં માથામાં ત્રણ ટાંકા લેવા પડયા હતા. આ હુમલા વખતે હેમાબેન વચ્ચે પડતા તેના ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. જે અંગેની સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments