Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલાવડની ૧૮ લાખની લૂંટમાં સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ

-એક પેટ્રોલ પંપનાં કેમેરામાં દેખાયા બૂકાનીધારી શખ્સો

-મોટા પાંચદેવડાની સહકારી મંડળીના મંત્રીને માર મારીને લુંટ ચલાવનાર ત્રણ શખ્સોને પકડવા જુદી જુદી પોલીસ

જામનગર,તા.૧૩ જુન 2018,બુધવાર

 કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામની સહકારી મંડળના મંત્રીને માર મારી રૃા.૧૮ લાખની લુંટ ચલાવવા અંગેના ચકચારી પ્રકરણમાં લુંટારૃઓને પકડવા માટે પોલીસ દ્વોરા જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસનો ધમધમાટ શરૃ કરાયો છે.

કોઈ લુંટારૃ ત્રિપુટી દ્વોરા પુર્વયોજીત કાવત્રું કરીને નંબર પ્લેટ વગરની બાઈકમાં પોતાના ચહેરા ઢાંકીને લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાય આવે છે. એક પેટ્રોલ પંપના સીસી ટીવી કેમેરામાં નંબર વગરનું બાઈક દેખાયું હતું. જે ફુટેજના આધારે અને લુંટારૃઓએ પહેરેલા કપડાના વર્ણના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ ધપાવાયો છે.


કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં રહેતા અને જયકિશન સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હરસુખભાઈ ભીખાભાઈ રૃડકીયા ગઈ ેકાલે બપોરે પોતાના જ ગામના જુદા જુદા ખેડૂતોની પાક ધીરાણની ૧૮ લાખની રોકડ રકમ લઈને બેંકમાં જમા કરાવવા નવાગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન માર્ગમાં ત્રણ સવારી બાઈકમાં આવેલા લુંટારૃ શખ્સોએ તેને માર મારી ભય બતાવી  રૃા.૧૮ લાખના થેલાની લુંટ ચલાવી હતી.

આ બનાવની કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાય પછી જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા લુંટનો ભેદ ઉકેલી નાખવા માટે એલીસીબી એસઓજી જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.


જામનગર જિલ્લામાં નાકા બેધી કરી ઉડાણપૂર્વક તપાસ કર્યા પછી કાલાવડના નવાગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપના સીસી ટીવી કેમેરામાં ત્રણ સવારીમાં એક બાઈક જોવા મળ્યું હતું. જો કે તેમાં બેઠેલા ત્રણેય શખ્સોના ચહેરા ઢાંકેલા હતા અને બાઈકની બંને નંબર પ્લેટોમાં નંબરો ભૂસી નાંખેલા હતા. જેથી કોઈ લુંટારૃ ટોળકી દ્વારા પૂર્વયોજીત પ્લાન ઘડીને આ  લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બે લુંટારૃ શખ્સોએ સફેદ શર્ટ અને એક શખ્સે પીળા કલરનું ટી શર્ટ પહેરેનું હતું અને તેઓની ઉમર ૩૦ થી ૩૨ વર્ષની હોવાનું અનુમાન કરાયું છે. જે કપડાના વર્ણનના આધારે લુંટારૃઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસને કોઈ ચોક્ક્સ કડી હાથ લાગી નથી. જામનગર જિલ્લા બહાર પણ તપાસનો દોર આગળ ધપાવાયો છે.

Post Comments